ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

જર્મનીમાં નમો-નમો ! G-7 દેશોના વડાઓ સાથે ઉષ્માભરી મુલાકાત

Text To Speech

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G-7 સમિટમાં ભાગ લેવા માટે જર્મનીના બે દિવસના પ્રવાસે છે. ત્યારે, અહીં PM મોદીએ G7 દેશોના વડાઓ, G-7 પાર્ટનર દેશોના નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની મુલાકાત લીધી.

જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે દક્ષિણ જર્મનીમાં સમિટમાં તેમનું સ્વાગત કર્યું. ગ્રૂપ ફોટો સેશન પહેલાં, રાષ્ટ્રપતિ બિડેન પીએમ મોદી તરફ ગયા. અહીં બન્નેએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી અને હાથ મિલાવ્યા હતા.

ગ્રુપ ફોટો માટે તેમના ટ્રુડોની બાજુમાં ઉભા રહીને પીએમ મોદી પણ કેનેડાના પ્રધાનમંત્રી સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા.

ગ્રુપ ફોટો પછી PM મોદી અને મેક્રોન ગળે મળ્યા અને વાતચીત કરી. જેમ-જેમ G-7 નેતાઓ સમિટ સ્થળની અંદર ગયા, બંને નેતાઓએ તેમની ચર્ચા ચાલુ રાખી..

PMO કાર્યાલયે ટ્વિટર પર જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ જો બિડેન, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને મળ્યા હતા.”

પ્રધાનમંત્રી મોદીએ ગ્રુપ ફોટો સાથે કેપ્શન પણ ટ્વીટ કર્યું હતું, જેમાં લખ્યું હતું, “વિશ્વ નેતાઓ સાથે G-7 સમિટમાં.”

મે મહિનામાં જાપાનમાં ક્વાડ સમિટમાં મળ્યા બાદ મોદી અને બિડેન વચ્ચેની આ પહેલી મુલાકાત હતી.

જર્મન પ્રેસિડેન્સીએ આર્જેન્ટિના, ભારત, ઇન્ડોનેશિયા, સેનેગલ અને દક્ષિણ આફ્રિકાને બાવેરિયાના ઈલામાઉમાં યોજાનારી G7 સમિટમાં આમંત્રણ આપ્યું છે.

Back to top button