ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: જુનાડીસામાં રોહિત સમાજના 100 ગામના આગેવાનોની બેઠક, કુરિવાજો, ખોટા ખર્ચા બંધ કરવા ઘડાયું બંધારણ

Text To Speech

પાલનપુર: ડીસા તાલુકાના જુનાડીસા ગામે કુરિવાજોને તીલાંજલી આપવા માટે રોહિત સમાજના 100 ગામના આગેવાનોનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં સમાજમાં રહેલા કુરિવાજોને બંધ કરી સમાજના વિકાસ માટે શિક્ષણ પર વધુને વધુ ભાર મુકવા માટે લોકો એકમત થયા હતા.

મહાસંમેલન-humdekhengenews

ડીસા તાલુકાના જુનાડીસા ગામે રોહિત સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. રોહિત સમાજના 100 ગામના આગેવાનો હાજર રહી સમાજમાંથી કુરીવાજો તદ્દન બંધ કરવા બંધારણ ઘડાયું હતું. જેમાં મૃત્યુ બાદ ખોટા ખર્ચા, લગ્ન તેમજ સામાજિક પ્રસંગોમાં ખોટા ખર્ચા બંધ કરવા તેમજ વ્યસન મુક્તિ સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરી સર્વની સંમતિ સાથે બંધારણ ઘડવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે બીજી સમાજની સાથે ખભેથી ખભો મિલાવીને સમાજના યુવાનો કઈ રીતે આગળ આવી શકે તેના પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

મહાસંમેલન-humdekhengenews

આ અંગે સમાજના આગેવાન જગમાલભાઈએ જણાવ્યું હતું કે, આજે રોહિત સમાજના 100 ગામના આગેવાનો જુનાડીસા ગામે ભેગા થયા હતા અને સમાજમાંથી કુરિવાજો અને ખોટા ખર્ચાઓ બંધ કરી સમાજ કઈ રીતે આગળ વધે સમાજમાં શિક્ષણનું પ્રમાણ કઈ રીતે વધે તે માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : 27 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ગુજરાત, સૌરાષ્ટ્રને આપશે મોટી ભેટ

Back to top button