કારગિલ વિજય દિવસ: 84 દિવસના ઘમાસાણ યુદ્ધ પછી ભારતે મેળવ્યો હતો વિજય; જાણો ટાઇમલાઇન
કારગિલ વિજય દિવસ : 26 જુલાઈ 1999ના રોજ શરુ થયેલા આ યુદ્ધને 26 જુલાઈ 2023ના રોજ 24 વર્ષ પૂર્ણ થયા છે.જેમાં ભારતીય જવાનોએ આ યુદ્ધને ઓપરેશન વિજય તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યુદ્ધમાં આ 1363 જવાનો ઘાયલ થયા તો 527 જવાનોએ શહીદી વ્હોરી હતી. તે છતાં ભારતીય જવાનો યુદ્ધમેદાનમાં વીરતા સાથે લડતા રહ્યાં અને અંતે ભારતે 84 દિવસમાં જીત મેળવી લીધી હતી. આ યુદ્ધમાં પાકિસ્તાનની સેના અને આતંકવાદીઓ સાથે બોર્ડર પાર કરીને ઘણી ટેકરીઓ પર કબજો જમાવી દીધો હતો.આ કબજો છોડાવવા માટે યુદ્ધ લડવામાં આવ્યું હતું.
કઈ રીતે ભારતીય સેના કર્યો કબજો
આ યુદ્ધ દરમ્યાન પાકિસ્તાની સૈનિકો 15000 ફૂટ ઉપર હતા. ભારતીય સેના 4000 ફૂટ નીચે હતી. 9 જૂનના રોજ ભારતીય સેનાએ બાલ્ટિક ક્ષેત્રમાં 2 ચોકીઓ પર કબજો કર્યો. ત્યાર બાદ ભારતીય સેના 13મી જુને દ્રાસ સેક્ટરમાં ટોલોલિંગ પર કબજો કર્યો.
ભારતીય સેનાએ ફરીથી ટાઈગર હિલ્સ પર કબજો કર્યો
ભારતીય સેનાએ આ યુદ્ધ દરમ્યાન 29 જુને મહત્વની બે પોસ્ટ 5060 અને 5100 પર કબજો કરીને તિરંગો ફરકાવ્યો હતો. તે પછી પણ 11 કલાક સુધી લડાઈ ચાલતી રહી અને અંતે મહામહેનતે ભારતીય સેનાએ ફરીથી ટાઈગર હિલ્સ પર કબજો કર્યો. ત્યારબાદ બટાલિકમાં સ્થિત જુબર હિલ પણ કબજે કરવામાં આવ્યો.
વિક્રમ બત્રા 1999ના કારગીલ યુદ્ધના હતા હીરો
કારગિલ યુદ્ધમાં કેપ્ટન વિક્રમ બત્રા 1999ના કારગીલ યુદ્ધના હીરો હતા. તેમણે પોઈન્ટ 5140ને પાકિસ્તાનના કબજામાંથી મુક્ત કરાવ્યો હતો
ભારતીય સેનાએ પાકિસ્તાનના ચુંગાલમાંથી કરાવ્યું મુક્ત
ભારતીય સેનાએ 84 દિવસ ચાલેલા આ યુદ્ધને 26 જુલાઈ, 1999ના રોજ સફળતાપૂર્વક પાર પાડયું હતું. ભારતીય સેનાએ કારગિલને પાકિસ્તાનના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યું હતું.
કયા શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો
કારગિલ યુદ્ધમાં તોપમાંથી 2,50,000 શેલ અને રોકેટ છોડવામાં આવ્યા હતા. 300થી વધુ બંદૂકો, મોર્ટાર અને રોકેટ લોન્ચરથી દરરોજ લગભગ 5,000 બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો ચર્ચિત બોફોર્સ તોપનો પણ પ્રથમ વખત ઉપયોગ કારગિલ યુદ્ધ જીતવામાં જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ યુદ્ધમાં 12 મિરાજ માટે લેસર ગાઈડેડ બોમ્બ સિસ્ટમ તેમજ મિગ-27 અને મિગ-29નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : એરફોર્સની તાકાત ગણાતું MiG 21 કઈ રીતે બન્યું ઉડતું કોફિન? કારગિલ યુદ્ધમાં ભજવી હતી મહત્વની ભૂમિકા