ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શું તમે જાણો છો ભારતમાં દર કલાકે રોડ અકસ્માતમાં કેટલા લોકોના મોત થાય છે?

Road Accident in india : શું તમને ખ્યાલ છે કે દર કલાકે કેટલા લોકોના મોત રોડ અકસ્માતમાં થાય છે? કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, દર કલાકે 1 ભારતીયો રોડ અકસ્માતમાં જીવ ગુમાવી રહ્યાં છે. તેમને તે પણ જણાવ્યું છે કે, સરકાર આને લઈને શું કરી રહી છે?

દેશમાં દર કલાકે લગભગ 18 લોકોના મોત રોડ અકસ્માત (Road Accident)થી થાય છે. આ જાણકારી કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આપી છે. સોમવારે એક કાર્યક્રમને સંબોધિત કરતાં તેમને જણાવ્યું કે, આપણા દેશમાં દર વર્ષે પાંચ લાખ અકસ્માત થાય છે, જેમાં લગભગ 1.5 લાખ લોકોના મોત થાય છે.

ગડકરીએ જણાવ્યું કે પ્રતિ દિવસ 1130 રોડ અકસ્માત થાય છે, જેમાં 422 લોકોના મોત નિપજે છે. દર કલાકની એવરેજ 18 મોત થાય છે.

નીતિન ગડકરી-humdekhengenews
નીતિન ગડકરીએ થોડા સમય પહેલા જ  ટ્રકની કેબિનમાં એસી ફરજિયાત કરવા અંગે જાહેરાત કરી હતી

કોવિડથી પણ વધારે મોત?

રોડ અકસ્માત અંગે વાત કરતાં નીતિન ગડકરીએ જણાવ્યું કે, ભારતમાં કોવિડથી પણ વધારે મોત રોડ અકસ્માતમાં થાય છે. તેમને કહ્યું કે, આ ખુબ જ ગંભીર વિષય છે અને સરકાર આ મુદ્દા પર ગંભીરતાથી વિચારી રહી છે.

આ પણ વાંચો-‘ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે કરી INDIA ગઠબંધનની સરખામણી’, PM મોદીએ કહ્યું- વિપક્ષ દિશાહીન

આનાથી પહેલા તેમને સંસદમાં એક લેખિક જવાબમાં જણાવ્યું હતુ કે ભારતમાં દર કલાકે સરેરાશ 18 લોકોના મોત રોડ અકસ્માતના કારણે થાય છે. બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તરફથી મળેલા ડેટા અનુસાર વર્ષ 2021માં દેશમાં કુલ 1.5 લાખથી વધારે લોકોના મોત થયા છે. સંસદને આપેલા લેખિત જવાબમાં નીતિન ગડકરીએ જણાવ્યું કે દેશમાં વર્ષ 2021માં 153972 લોકોએ રોડ અકસ્માતના કેસમાં પોતાનો જીવ ગુમાવ્યા હતા.

તે ઉપરાંત આ લેખિત જવાબમાં તેમને તેવું પણ જણાવ્યું કે રોડ અકસ્માતના કેસમાં મહારાષ્ટ્ર છઠ્ઠા નંબર પર આવે છે અને મૃત્યુંના આંકડાઓમાં મહારાષ્ટ્ર ત્રીજા નંબરે આવે છે. સંસદમાં જાણકારી આપતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, સરકાર આ દૂર્ઘટનાઓને રોકવા માટે અનેક રીતના પગલા ભરવા જઈરહી છે. લોકોમાં જાગૃત્તતા વધારવા માટે સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને બીજા મીડિયા દ્વારા અનેક કેમ્પેન ચલાવવામાં આવ્યા છે.

સરકારે શું પગલા ભર્યા?

તે ઉપરાંત રોડ સેફ્ટી ઓડિટર્સ માટે અનેક સર્ટિફિકેશન કોર્સ ચલાવવામાં આવી રહ્યાં છે. ફ્રન્ટ સીટમાં બેસેલા વ્યક્તિ માટે એરબેગને અનિવાર્ય કરી દીધી છે. તે ઉપરાંત સીટ બેલ્ટ રિમાઇન્ડર, સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ, ઓવર સ્પીડ વોર્નિંગ સિસ્ટમ જેવા અનેક ફેરફારો અનિવાર્ય કરવા ગયા છે.

આ પણ વાંચો-I.N.D.I.A બાબતે ભાજપનું ટેન્શન વધ્યું! વિપક્ષી એકતામાં કોંગ્રેસનો દબદબો? સર્વેના ડેટા આંખ ખોલનાર

Back to top button