ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

આર્યન નહેરાએ પોતાના નામે કર્યો વધુ એક શાનદાર રેકોર્ડ; વિદેશમાં વગાડ્યો ગુજરાતનો ડંકો

ગુજરાત : આર્યન નહેરા પ્રતિદિવસ સ્વીમરની દુનિયામાં મસમોટા રેકોર્ડ પોતાના નામે કરી રહ્યો છે. પાછલા કેટલાક દિવસોમાં આર્યને ગોલ્ડ મેડલ સહિત પોતાના નામે કર્યા સિવાય પણ અનેક સિદ્ધિઓ પોતાના નામે કરી છે. તેવામાં એક વખત ફરીથી આર્યને વધુ એક વ્યક્તિગત રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ગુજરાતમાં ઉભરતા સ્વિમર આર્યન નેહરાએ વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. આર્યન નેહરાએ FINA વર્લ્ડ એક્વેટિક્સ ચેમ્પિયનશિપમાં હીટમાં 8:00.76નો સમય લઇને મેન્સની 800 મીટર ફ્રી સ્ટાઇલ નેશનલ રેકોર્ડની બરાબરી કરી હતી. તે 38 સ્ટાર્ટર્સમાંથી 27માં સ્થાન પર હતો. આર્યનનું છેલ્લુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આ મહિનાની શરૂઆતમાં હૈદરાબાદમાં 8:01.81 હતું, તે સમયે હીટમાં કોઇ એશિયન દ્વારા ત્રીજુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.

આર્યન હાલ જાપાનના ફુકુઓકામાં ચાલી રહેલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મહારથીઓને માત આપી રહ્યો છે. આ સાથે જ તે વિદેશમાં ગુજરાતનો પણ ડંકો વગાડી રહ્યો છે. આજ સુધી ગુજરાતનો કોઈપણ ખેલાડી સ્વિમિંગમાં આટલી મોટી સિદ્ધિ મેળવી શક્યો નથી.

Aryan Nehra

આ રેકોર્ડ બનાવવાની સાથે જ અન્ય કેટલાક રેકોર્ડ આર્યનના નામે પાછળ જોડાઇ ગયા છે. તરવૈયાઓની વાત કરીએ તો આર્યન આખી દુનિયામાં 27માં નંબર છે. તો એશિયાની વાત કરીએ તો તેનો ત્રીજો નંબર આવે છે. આર્યન સ્વિમરોની દુનિયાના એક અલગ મુકામ મેળવી લીધો છે. તેને હવે વિશ્વના મહાન તરવૈયાઓની લિસ્ટમાં પોતાનું નામ નોંધાવીને ભારતની હાજરી અંગે વિશ્વને સંકેત આપી દીધા છે.

નવો રેકોર્ડ બનાવીને આર્યન નહેરાએ દેશ-વિદેશમાં ગુજરાતનું નામ પણ રોશન કરી દીધું છે. આર્યન હાલ જાપાનના ફુકુઓકામાં 14થી 30 જુલાઈ સુધી યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશિપ પર ભાગ લઈ રહ્યો છે . તેને 25 જુલાઈએ 800 મીટરમાં તો પોતાનો સિક્કો જમાવી દીધો છે, જ્યારે 29 જુલાઈએ 1500 મીટર ફ્રીસ્ટાઇલ સ્પર્ધામાં નવું કારનામું કરવા માટે તૈયાર છે.આર્યને ચીનના હાંગઝોઉમાં 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી યોજાનારી એશિયન ગેમ્સ પર નજર બનાવી રાખી છે અને તેમાં પણ પોતાનો સિક્કો જમાવવાની સંપૂર્ણ કોશિશ કરશે. ચીનમાં આર્યન 400 મીટર ફ્રીસ્ટાઇલ, 800 મીટર ફ્રીસ્ટાઇલ, 1,500 મીટર ફ્રીસ્ટાઇલ અને 4x200m રિલેમાં ભાગ લેશે.

હૈદરાબાદમાં એશિયન ગેમ્સમાં સ્વિમર આર્યન નેહરાએ 3 જુલાઈએ રાષ્ટ્રીય સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પુરુષોની 800 મીટર ફ્રીસ્ટાઈલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જોકે, હવે તેને પોતાનો તે રેકોર્ડ પણ ધ્વસ્ત કરી દીધો છે.

ઉલ્લેખનિય છે કે, 2 જુલાઇના રોજ 400 મીટર ફ્રી સ્ટાઇલ ઇવેન્ટની જેમ આર્યને દિલ્હીના રાષ્ટ્રીય રેકોર્ડ ધારક કુશાગ્ર રાવતને પાછળ છોડી દીધો હતો. રાવતે 8:09.25 ના સમય સાથે સિલ્વર મેડલ જીત્યો હચો, જ્યારે કર્ણાટકનો અનિશ ગૌડા (8:16.92) સાથે ત્રીજા ક્રમે રહ્યો. આર્યને એપ્રિલમાં શિકાગોમાં યોજાયેલી ઇવેન્ટમાં 800 મીટર ફ્રી સ્ટાઇલમાં 8:03.15ના વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને એશિયન ગેમ્સમાં પોતાનું સ્થાન નક્કી કર્યું હતું.

Aryan Nehra

આર્યન નેહરા ગુજરાતના IAS અધિકારી વિજય નહેરાનો પુત્ર છે. જોકે, આર્યને પોતાની સિદ્ધિઓ થકી પિતા વિજય નહેરાને વિશ્વમાં નવી ઓળખ અપાવી છે. આર્યનની સિદ્ધિઓ અને સ્વિમિંગની દુનિયામાં શાનદાર પ્રદર્શનના કારણે વિજય નહેરાને વિશ્વમાં આર્યનના પિતા તરીકેની નવી ઓળખાણ મળી છે. જણાવી દઇએ કે, તેઓ મૂળ રાજસ્થાનના સીકરના રહેવાસી છે. નેહરા રસાયણશાસ્ત્રમાં એમએસસી છે અને તેમણે આઈઆઈટી બોમ્બેમાં અભ્યાસ કર્યો છે.

આ પણ વાંચો : વસીમ જાફરે જાહેર કરી પોતાની World Cup 2023 માટે ટીમ; વિરાટને બદલે રોહિતને આપી મોટી જવાબદારી

Back to top button