- ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરિક્ષાનું પરિણામ જાહેર
- વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની વેબસાઇટ પર જોઈ શકે છે પરિણામ
- એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થી માટે લેવાઈ હતી પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ-2023માં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સાથે વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાની જુલાઈ 2023ની પૂરક પરીક્ષાનો બેઠક ક્રમાંક મેળવીને પરિણામ મેળવી શકશે. જુલાઈ માસમાં લેવાયેલી આ પરીક્ષાનું પરિણામ 23.86% જાહેર થયું છે. પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થી આ વર્ષે જ કોલેજમાં વિવિધ વિદ્યા શાખાઓમાં પ્રવેશ મેળવી શકશે અને વર્ષ બગડતું અટકશે.
પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર
ગત મહિનામાં લેયાવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ જુલાઈમાં પૂરક પરીક્ષા આપી હતી.આ પરીક્ષાનું આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરિણામ માત્ર ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે.જ્યારે વિદ્યાર્થીઓને ગુણપત્રક, પ્રમાણપત્ર અને એસઆર લેવા અંગે હવે પછી જાણકારી આપવામાં આવશે.વિદ્યાર્થીઓને તેમની માર્કશીટ પોતાની શાળામાંથી જ મળશે.
આ પણ વાંચો : રોડ પર વ્હીકલની સ્પીડ વધારતા પહેલા આ જોઈ લેજો, રાજ્યમાં આજથી પોલીસ કરશે મેગા ડ્રાઈવ