ગુજરાત: મુન્દ્રામાં કરોડો રૂપિયાના સોપારીકાંડ હવે પત્તા ખુલશે
- લાંચ માગનાર ચાર પોલીસ કર્મીઓને ફરજ મોકૂફ કરાયા
- કન્ટેનરો લોડ થયા બાદ તેમાંથી સોપારી કાઢી પ્લાસ્ટીકના દાણા ભરાયા
- મુન્દ્રાના 2.5 કરોડના સોપારીકાંડની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપાઈ
ગુજરાતના મુન્દ્રામાં કરોડો રૂપિયાના સોપારીકાંડ હવે પત્તા ખુલશે. જેમાં મુન્દ્રાના 2.5 કરોડના સોપારીકાંડની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપાઈ છે. તેમાં લાંચ માગનાર ચાર પોલીસ કર્મીને ફરજ મોકૂફ કરાયા હતા. તથા પ્લાસ્ટિકના દાણાના બહાને સોપારીનો જથ્થો મંગાવાયા હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં અત્યાર સુધી 83 ટકા વરસાદ, જાણો કયા શહેરોમાં છે મેઘની આગાહી
મુન્દ્રાના 2.5 કરોડના સોપારીકાંડની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપાઈ
મુન્દ્રાના કપાયા તેમજ સામખિયાળીમાં પકડાયેલી રૂ.2.5 કરોડની કિંમતની સોપારી મામલે અગાઉ સાઇબર ક્રાઇમ સરહદી રેન્જ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. આ તપાસ હવે સીઆઇડી ક્રાઇમ ભુજ એકમને સોંપવામાં આવી છે. ગત 24 ફેબ્રુઆરીના રોજ સરહદી રેન્જ સાઇબર ક્રાઇમ પોલીસે મુન્દ્રા તાલુકાના કપાયા પાસે આદિનાથ ગોડાઉનમાં દરોડો પાડીને રૂ.1.56 કરોડની સોપારી ભરેલી ત્રણ ટ્રક પકડી પાડી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં સિંગતેલના ભાવમાં આસમાને જશે, જાણો શું છે કારણ
કન્ટેનરો લોડ થયા બાદ તેમાંથી સોપારી કાઢી પ્લાસ્ટીકના દાણા ભરાયા
બીજી તરફ રૂ.49 લાખની સોપારી ભરેલી એક ટ્રક મુન્દ્રાથી રવાના થઇ હતી. જેને સામખિયાળી પોલીસે મધરાત્રે પકડી પાડી હતી. જેમાં ડ્રાઇવર, ક્લીનર સહિત ટ્રાન્સપોર્ટર તથા માલ મોકલનારા-મંગાવનારા સહિતના લોકો સામે મુન્દ્રા તથા સામખિયાળી એમ બંને પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાઇ હતી. સાઇબર ક્રાઇમે ગોડાઉનનો કબજો ધરાવતા અમિત શંભુલાલ કટારિયા(ભાનુશાળી)ની અટક કરીને પૂછપરછ કરી હતી, જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, અમિતે ઓમકાર ઇન્ટરનેશનલ નામની પેઢી મારફતે પ્લાસ્ટિકના દાણાના નામે વિદેશથી માલ આયાત કર્યો હતો. જે પૈકી ચાર કન્ટેનરમાં જાહેર કરાયેલા માલના બદલે સોપારીનો જથ્થો ભરેલો હતો. મુન્દ્રા પોર્ટ પર કન્ટેનરો લોડ થયા બાદ તેમાંથી સોપારી કાઢી પ્લાસ્ટીકના દાણા ભરી દેવાયા હતા. આ પ્રકરણમાં લાંચ માગનાર ચાર પોલીસ કર્મીઓને ફરજ મોકૂફ કરાયા હતા.