બનાસકાંઠા: ડીસામાં પાલિકાની પેટા ચૂંટણી જીતવા ‘આપ’ની બેઠક
પાલનપુર: ડીસામાં હિન્દૂ ધર્મશાળા ખાતે આમ આદમી પાર્ટી ગુજરાત યુથ વિંગની બેઠક યોજાઇ હતી.જેમાં વોર્ડ નંબર 9 ની પેટા ચૂંટણીમાં આપના ઉમેદવારને જીતડવાની સાથે સાથે વધુમાં વધુ યુવાનોને પાર્ટીમાં જોડાવવા માટેના પ્રયાસો કરવા પ્રદેશ યુવા પ્રમુખ બ્રીજરાજ સોલંકીએ કાર્યકરોને હાકલ કરી હતી.
આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રીજરાજ સોલંકી અને ગુજરાત ફન્ટલ સંગઠનના પ્રમુખ પ્રવિણભાઈ રામ ઉપસ્થિત રહી ડીસા વોર્ડ નં 9 ની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીગ્નેશભાઈ દેસાઈને જીતાડવા માટે કાર્યકરોને હાકલ કરી હતી.તેમજ આવનારી લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીનું મજબુત સંગઠન તૈયાર કરી લોકોના ઘરેઘરે પાર્ટીની વિચારધારા પહોંચાડવા માટે જણાવ્યું હતું.
ભાજપ અને કોંગ્રેસની નીતિ ને કિન્નખોરી સામે આકરા પ્રહારો કર્યા હતા, અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત બનાવા માટે યુવાનોને આગળ માટે અપીલ કરી હતી જ્યારે શહેર યુવા પ્રમુખ, દરેક તાલુકા યુવા પ્રમુખની નિમણૂક અને આગામી કાર્યક્રમ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી, પ્રદેશ કાર્યકારી પ્રમુખ ડો રમેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટી યુથ વિંગ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : મણિપુરમાં હિંસા યથાવત: મહિલાઓના નેતૃત્વમાં ટોળાએ ખાલી મકાનો અને શાળાને ચાંપી આગ