ઉત્તર ગુજરાતગુજરાત

અરવલ્લીમાં વરસાદનો કહેર ! મકાન ધરાશાયી થતા એક વૃદ્ધનું મોત, બે યુવકો પાણીમાં ડૂબ્યા

Text To Speech

ચોમાસાના ત્રીજા રાઉન્ડમાં રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન કેટલીક જગ્યાએથી દુર્ઘટનાઓ પણ સામે આવી રહી છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએથી વૃક્ષો, મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આ વચ્ચે અરવલ્લી જિલ્લમાં પણ ભારે વરસાદને પગલે દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જેમાં પ્રાંતવેલમાં મકાનની દીવાલ પડતાં આધેડનું મોત પણ નિપજ્યું છે.

પ્રાંતવેલમાં મકાન ધરાશાયી થતા વૃદ્ધનું મોત

પ્રાપ્ત વિગતો મુજબ અરવલ્લી જિલ્લાના પ્રાંતવેલમાં રાત્રી દરમિયાન કાચા મકાનની દીવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં દીવાલ પડતાં આધેડનું મોત નિપજ્યું છે. ગઈ કાલે રાત્રી દરમિયાન કાચા મકાનની દીવાલ પડતાં આધેડ દટાયા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનુ મોત નિપજ્યું હતું.

અરવલ્લી દુર્ઘટના-humdekhengenews

બે યુવકો પાણીમાં ડૂબ્યા

અરવલ્લી જિલ્લાના બાયડના સાઠંબાના વાંઘામાં બે યુવકો પાણીમાં ડૂબ્યા હોવાની ઘટના પણ સામે આવી હતી. ઘટનાને પગલે મોડાસા નગરપાલિકની ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી મૃતદેહ બહાર કાઢ્યા હતા. અને આ બંને યુવાનોના મૃતદેહોને પોલીસને સોંપાયા હતા. જે બાદ પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથધરી છે.

આ  પણ વાંચો : ઈસ્કોન બ્રિજ અકસ્માત : તથ્ય પટેલની કારની સ્પીડ અંગે FSL રીપોર્ટમાં થયો મોટો ખુલાસો

Back to top button