ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

ઈસ્કોન બ્રિજ અકસ્માત : તથ્ય પટેલની કારની સ્પીડ અંગે FSL રીપોર્ટમાં થયો મોટો ખુલાસો

Text To Speech

અમદાવાદમાં 19 જુલાઈ બુધવારની રાત્રે ઈસ્કોન પાસે આવેલા બ્રિજ પર ઈતિહાસમાં સૌથી ખતરનાક અકસ્માત સર્જાયો હતો.એક અમીર બાપની ઓલાદે બેફામ સ્પીડમાં ગાડી હંકારી અને 9 લોકોનો ભોગ લીધો હતો. આ ગાડી તથ્ય પટેલ ચલાવતો હોવાનુ સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી . આ મામલે FSLનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં તથ્યની કારની 142.5ની સ્પીડ પર હોવાનો ખુલાસો થયો છે.

FSLના રિપોર્ટમાં ગાડીની સ્પીડને લઈને થયો ખુલાસો

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. આ અકસ્માત અંગેનો FSLનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં તથ્યની કારની 142.5ની સ્પીડ પર હોવાનો ખુલાસો થયો છે. તથ્ય પટેલ હાલ પોલીસ રિમાન્ડમાં છે અને જેમાં તથ્યએ પોતાની ગાડીની સ્પીડ 120 હોવાનું કબૂલ્યું હતું.

ઈસ્કોન અકસ્માત -humdekhengenews

તથ્યના મિત્રોના મોબાઈલ FSLમાં મોકલવામાં આવ્યા

આ કેસમાં આરોપી તથ્ય પટેલની પોલીસે ધરપકડ કરી છે . અને તેના આજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. ત્યારે બીજી તરફ આ મામલે પોલીસે તપાસ તેજ કરી દીધી છે. હાલ તથ્યના મિત્રોના મોબાઈલ FSLમાં મોકલવામાં આવ્યા છે. આ FSLમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે.

તથ્યના આલ્કોહોલના સેવનને નીતા દેસાઈએ આપ્યું હતું નિવેદન

અત્રે ઉલ્લેખનીય છે કે ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે ટ્રાફિક DCP નીતા દેસાઈએ થોડા દિવસ પહેલા જ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે તથ્યના આલ્કોહોલના સેવનને લઈને જણાવ્યું હતુ કે તથ્ય અને તેના મિત્રોના રિપોર્ટમાં ક્યાય આલ્કોહોલનું સેવન કર્યાનું સામે આવ્યુ નથી.

આ પણ વાંચો : ઓખા-બેટ દ્વારકા વચ્ચેની ફેરી બોટને લઈને મહત્વના સમાચાર, હવે યાત્રિકો કરી શકશે બેટ દ્વારકાના દર્શન

Back to top button