મણિપુર મુદ્દે હોબાળો; સંજય સિંહ સમગ્ર ચોમાસું સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ
નવી દિલ્હી (મણિપુર મુદ્દે સસંદમાં હોબાળો): આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને ગૃહની કાર્યવાહી ખોરવવા બદલ સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્યસભાના અધ્યક્ષે કહ્યું કે સંજય સિંહને વારંવાર ઇનકાર કર્યા પછી પણ ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ પાડી રહ્યાં હતા. તેથી તેમને સમગ્ર ચોમાસું સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.
રાજ્યસભા સભાપતિએ આ કાર્યવાહી પીયૂષ ગોયલની ફરિયાદ પર કરી છે. સાંસદ પીયૂષ ગોયલે કહ્યું હતુ કે સરકાર ચર્ચા માટે તૈયાર છે તે છતાં ગૃહની કાર્યવાહી કરવા દેવામાં આવી રહી નથી.
આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે સંજય સિંહના સસ્પેન્ડ પર કહ્યું, તે દૂર્ભાગ્યપૂર્ણ છે. અમારી લીગલ ટીમ આ મામલાને દેખશે. પીયૂષ ગોયલે ગૃહમાં કહ્યું કે, “સંજય સિંહનું વર્તન નિયમોની વિરુદ્ધ છે, હું અધ્યક્ષને વિનંતી કરું છું કે તેઓ સંજય સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરે.”
પીયૂષ ગોયલે સરકાર વતી કહ્યું કે સંજય સિંહને બાકીના ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરવા જોઈએ. આના પર અધ્યક્ષે અવાજ મત દ્વારા સાંસદોની સંમતિ લીધી અને સંજય સિંહને સસ્પેન્ડ કરી દીધા. સંજય સિંહ સહિત વિપક્ષી પાર્ટીના નેતાઓ મણિપુર મુદ્દે સંસદમાં પીએમ મોદીના નિવેદનની માંગ કરી રહ્યા છે.
સંસદમાં ચોમાસુ સત્રના પહેલા દિવસથી જ આ માંગને લઈને હોબાળો ચાલી રહ્યો છે.
આ પણ વાંચો-