અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

કર્ણાવતી ક્લબ: સ્વિંમિંગ કોમ્પિટીશનમાં કાંટાની ટક્કર

Text To Speech

કર્ણાવતી ક્લબ વિશેનું નામ સૌ કોઈએ સાંભળ્યું જ હશે તેનું કારણ માત્ર એટલું જ છે કે, કર્ણાવતી ક્લબમાં અવાર-નવાર કોઈને કોઈ પ્રકારની અવનવી પ્રવુતીઓ યોજાતી રહેતી હોય છે. જેનો લાભ અમદાવાદના લોકોને મળતો હોય છે. કર્ણાવતી ક્લબમાં નવરાત્રી હોય કે કોઈપણ ધાર્મિક તહેવાર, રમત-ગમત હોય કે કોઈ રાજકીય કાર્યક્રમ દરેક પ્રોગામને ઉત્સાહની સાથે ઉજવામાં આવતો હોય છે. ત્યારે આ ઉપક્રમે હાલમાં કર્ણાવતી ક્લબ દ્વારા સ્પોર્ટસના મહત્વને ધ્યાનમાં રાખતા સ્વિંમિંગ કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 216 કરતાં વધારે પ્રતિસ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન સ્વિમિંગ પૂલ કમિટીના ચેરમેન ડૉ.સંજય ગાંધીએ કર્યું હતું.

કહેવાય છે ને રમત રમવા માટે કે કોઈપણ સાહસી કાર્ય કરવા માટે ઉંમર મહત્વની નથી હોતી, મહત્વ હોય છે તો માત્ર તેના મનોબળનું. તેથી જ લોકોના મનોબળ વધારવા માટે હંમેશા કંઈક નવુ જ કરવા તત્પર રેહતાં કર્ણાવતી ક્લબ ખાતેની સ્વિંમિંગ કોમ્પિટીશનમાં નાના ભૂલકાંઓથી લઈને વયોવૃદ્ધ સુધીના તરણવીરોએ ભાગ લીધો હતો.

અમદાવાદના કર્ણાવતી ક્લબમાં યોજાયેલ સ્વિંમિંગ કોમ્પિટીશનમાં ભાગ લેનાર પ્રતિસ્પર્ધકો વચ્ચે એવી ટક્કર થઈ હતી કે હાજર પ્રેશકોને આ સ્પર્ધા જોઈ મજા પડી ગઈ હતી અને આખો ક્લબ રમતમયી વાતાવરણથી ઝુમી ઉઠ્યો હતો. આ સ્વિંમિંગ કોમ્પિટીશન જોઈને હાજર સૌ કોઈ બોલી ઉઠ્યા કે આવી તગડી ટક્કરવાળી ગેમ જામે તો જોવાની મજા પડી જાય. આ ઈવેન્ટમાં 18 રેફરી અને 7 કોચે તટસ્થતાથી તેમની કામગીરી કરી હતી.

કર્ણાવતી ક્લબ ખાતેની આ સ્વિંમિંગ કોમ્પિટીશન એટલી જોરદાર હતી કે છેલ્લે કોણ બાજી મારી જશે કંઈ કહી શકાતું નહોતુ. કર્ણાવતી ક્લબ દ્વારા આયોજીત સ્વિંમિંગ કોમ્પિટીશનમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિજેતાઓને મેડલ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. સાથોસાથ ભાગ લેનાર તમામ પ્રતિસ્પર્ધીઓને ભેટ આપીને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતુ.

કર્ણાવતી ક્લબના પ્રેસિડેન્ટનો સંદેશ
આ કાર્યક્રમ સફળ થતાં કર્ણાવતી ક્લબના પ્રેસિડેન્ટ નગીનભાઈ પટેલ દ્વારા સૌ પ્રતિસ્પર્ધકોને અભિનંદન આપ્યા હતા અને સૌ લોકોનું ઉત્સાહ વધાર્યું હતું. નગીનભાઈ પટેલ અંગત રીતે પણ સ્પોર્ટસ ક્ષેત્રને ખુબ જ મહત્વ આપતા જોવા મળે છે, તેઓ ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસીયેશનના પ્રમુખ પણ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે, આવી જ રીતે કંઈકને કંઈક કાર્ય કર્ણાવતી ક્લબ દ્વારા કરાતી રેહશે.

સ્વિંમિંગ કોમ્પિટીશનના આ કાર્યક્રમમાં સેક્રેટરી કેતન બી. પટેલ, સ્વિમિંગ પૂલ કમિટીના ચેરમેન ડૉ.સંજય ગાંધી, સ્વિમિંગ પૂલ કમિટીના કન્વીનર રાકેશ એમ. પટેલ, કર્ણાવતી ક્લબના ડાયરેક્ટર ગફાભાઈ શાહ, ડિરેક્ટર કિન્નર શાહ તેમજ કર્ણાવતી ક્લબના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.

  • કયાં ગ્રુપમાં કોણે મેળવી જીત

TWO LENGHTH FREE STYLE (8-10)
1 ઓમ ચોક્સી
2 ધિયાન પઢિયાર
3 અર્હાન શાહ

TWO LENGHTH BACK STOROKE (8-10)
1 જીયાન ધ્રુવ
2 ધિયાન પઢિયાર
3 ઓમ ચોક્સી

ONE LENGHTH FREE STYLE WITH TUBE (UNDER 5 BOYS)
અંસ ત્રીવેદી

ONE LENGHTH FREE STYLE WITH TUBE (UNDER 5 GIRLS)
1 સમીરા શાહ
2 યામ્યા ચોપરા
3 ધ્યાન શાહ

WITHOUT TUBE (GIRLS)
નય્શા ઠક્કર

ONE LENGHTH FREE STYLE (5-8)
1 હેના પટેલ
2 અલ્કેશ શાહ
3 વિવાન જાની

ONE LENGHTH BRESAT STOROKE (5-8)
1 ક્રિશન ગાંધી
2 વિવાન જાની
3 હેયાન પટેલ

ONE LENGHTH BACK STOROKE (5-8)
1 અતિક્શ શાહ
2 હેયાન પટેલ
3 વિવાન જાની

ONE LENGHTH BUTTERFLY (5-8)
1 હેયાન પટેલ
2 વિવાન જાની
3 આતિક શાહ

ONE LENGHTH FREE STYLE (5-8)
1 આરુષિ શાહ
2 હવ્યા પટેલ
3 અયાન ખંધાર

ONE LENGHTH BRESAT STOROKE (5-8)
1 આરુષિ શાહ
2 હવ્યા પટેલ
3 આયાના ખંધાર

ONE LENGHTH BUTTERFLY (5-8)
1 આરુષિ શાહ
2 હવ્યા પટેલ
3 આયાના ખંધાર

TWO LENGHTH FREE STYLE (8-10)
1 આહના હર્ષ
2 અમાયરા ગાંધી
3 અરૈના શાહ

TWO LENGHTH BRESAT STOROKE (8-10)
1 આહના હર્ષ
2 અમાયરા ગાંધી
3 ખ્વાઈશ ગોયલ

TWO LENGHTH FREE STYLE (10-12)
1 આહના હર્ષ
2 રીહાન પટેલ
3 કામ્યા પટેલ

TWO LENGHTH BRESAT STOROKE (10-12)
1 અરહાન હર્ષ
2 ધ્યાન મોદી
3 રીહાન પટેલ

TWO LENGHTH BACK STOROKE (10-12)
1 અરહાન હર્ષ
2 કામ્યા પટેલ
3 હર્ષલ ઠક્કર

TWO LENGHTH BUTTERFLY (10-12)
1 અરહાન હર્ષ
2 દ્વિજ પારધી
3 ધ્યાન મોદી

TWO LENGHTH FREE STYLE (10-12)
1 અનંતા પટેલ
2 વીવા શાહ
3 જિયાના પટેલ

TWO LENGHTH BRESAT STOROKE (10-12)
1 અમૃતા પટેલ
2 જિયાના પટેલ
3 વીવા શાહ

TWO LENGHTH BACK STOROKE (10-12 )
1 વીવા શાહ
2 અનંતા પટેલ
3 મીરયા જાની

TWO LENGHTH BUTTERFLY (10-12)
1 વીવા શાહ
2 મીરાયા જાની
3 અનંતા પટેલ

TWO LENGHTH FREE STYLE (12-14)
1 જહાં પટેલ
2 ઋષિ શાહ
3 માહિર શાહ

TWO LENGHTH BRESAT STOROKE (12-14)
1 જહાં પટેલ
2 રિશિન શાહ
3 માહિર શાહ

TWO LENGHTH BACK STOROKE (12-14)
1 જહાં પટેલ
2 રિશિન શાહ
3 માહિર શાહ

TWO LENGHTH BUTTERFLY (12-14)
1 જહાં પટેલ
2 રિશિન શાહ
3 માહિર શાહ

Back to top button