- આવનારા બે દિવસ અતિભારે વરસાદ રહેવાની ધારણા
- જુનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યું
- રાજ્યમાં આગામી 24 કલાક વરસાદનું જોર યથાવત રહેશે
ભારે વરસાદના કારણે ગુજરાતના વિસ્તારોમાં આજે પણ રેડ અને ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ-ગાંધીનગરમાં યલો, ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. તેમજ સૌરાષ્ટ્ર, ઉ.ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. તથા જુનાગઢ, દ્વારકા, પોરબંદર, ભાવનગરમાં અતિભારે વરસાદ આવી શકે છે. સાથે જ જામનગર, કચ્છ, ગીર સોમનાથ ભારે વરસાદની આગાહી છે.
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર બાદ સુરતમાં પણ દરિયાઇ માર્ગે ડ્રગ્સ ઘૂસાડવા માફિયાઓ સક્રિય
રાજ્યમાં આગામી 24 કલાક વરસાદનું જોર યથાવત રહેશે
હવામાન વિભાગની વરસાદની આગાહી જાહેર કરી છે. ત્યારે રાજ્યમાં આગામી 24 કલાક વરસાદનું જોર યથાવત રહેશે અને આવનારા બે દિવસ અતિભારે વરસાદ રહેવાની ધારણા છે. સારી બાબત એ છે કે બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. તથા આજે પણ રાજ્યમાં રેડ અને ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. આ વચ્ચે આગામી દિવસમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ, દ્વારકા, ભાવનગર, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે. આજે અને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ રહેશે.
આ પણ વાંચો: રાજકોટના ખારચીયા ગામની પરિસ્થિતિ જુનાગઢની માફક ભયંકર બની
જુનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યું
નવસારી, જામનગર, કચ્છ, અમરેલી, સોમનાથ, જુનાગઢ, ભરૂચ, વડોદરામાં ઓરેન્જ અલર્ટ સાથે અમદાવાદમાં પણ ભારે વરસાદ રહેશે. હાલ મોન્સૂન ટર્ફ ડીસા ઉપર હોવાથી વરસાદ રહેશે. આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જ્યારે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, નવસારી, વલસાડ અને જુનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.