સૌરાષ્ટ્ર બાદ સુરતમાં પણ દરિયાઇ માર્ગે ડ્રગ્સ ઘૂસાડવા માફિયાઓ સક્રિય
- સુવાલી બીચ ઉપર એક મોટું પોટલું ઝાડીઓમાં છુપાવવામાં આવ્યું
- હજીરામાં આવેલી જેટીઓ ઉપર તપાસ માટે ટીમને તહેનાત કરાઇ
- અફઘાનિસ્તાનથી દરિયાઇ માર્ગે લવાયેલો 10 કિલો 350 ગ્રામ ચરસ મળ્યું
સુરતમાં દરિયાઇ માર્ગે 5.14 કરોડનો નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો છે. જેમાં સુરતમાં પ્રથમ વખત દરિયાઇ માર્ગે ચરસની હેરાફેરી પકડાઇ છે. સુવાલી બીચ ઉપરથી 5.14 કરોડનો ચરસનો જથ્થો મળી આવતા ચકચાર મચી છે. અફઘાનિસ્તાનથી દરિયાઇ માર્ગે લવાયેલો 10 કિલો 350 ગ્રામ ચરસ મળ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
સુવાલી બીચ ઉપર એક મોટું પોટલું ઝાડીઓમાં છુપાવવામાં આવ્યું
SOG પોલીસ ઇન્સપેક્ટર એ.પી. ચૌધરી અને પી.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર આર.એસ. સુવેરાની આગેવાનીમાં સુવાલી બીચ ઉપર રેઇડ કરવામાં આવી હતી. એ.પી. ચૌધરીને બાતમી મળી હતી કે સુવાલી બીચ ઉપર એક મોટું પોટલું ઝાડીઓમાં છુપાવવામાં આવ્યું છે. જેમાં શંકાસ્પદ ચરસ છે. આ બાતમીને આધારે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ત્યાં ધસી ગયો હતો અને FSL તથા ડોગ સ્ક્વોડની ચકાસણી બાદ તેને ખોલવામાં આવતાં નાના નાના 09 પેકેટ્સ મળી આવ્યા હતા. જેમાં આશરે 10 કિલો 350 ગ્રામ ચરસ નીકળ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં 194 તાલુકામાં મેઘમહેર, જાણો સૌથી વધુ કયા પડ્યો વરસાદ
સુરતમાં પણ દરિયાઇ માર્ગે ડ્રગ્સ ઘૂસાડવા માફિયાઓ સક્રિય
સૌરાષ્ટ્ર બાદ સુરતમાં પણ દરિયાઇ માર્ગે ડ્રગ્સ ઘૂસાડવા માફિયાઓ સક્રિય થયા હોય તેમ સુરતના સુવાલી બીચ ઉપ૨થી 10 કિલો 350 ગ્રામ ચરસ મળી આવતાં ચક્ચાર મચી હતી. સુવાલીના દરિયા કિનારે આવેલી ઝાડીઓમાં છુપાવવામાં આવેલા ચરસના પેકેટસ મળી આવ્યા હતા. અકઘાનિસ્તાનથી વાયા દરિયાઇ માર્ગે લાવવવામાં આવેલાં આ ડ્રગ્સની કિંમત આંતર રાષ્ટ્રીય બજારમાં 5.14 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે.
હજીરામાં આવેલી જેટીઓ ઉપર તપાસ માટે ટીમને તહેનાત કરાઇ
જે રીતે આ પેકેટ્સ મળ્યા હતા તે જોતાં તે કોઇ જહાજમાંથી સ્મગલર્સ દ્વારા ફેંકવામાં આવ્યા હોય અને તે તણાઇને સુવાલીની દરિયા કાંઠે પહોંચ્યા હોઇ શકે છે. જો દરિયામાં કોઇએ ફેંક્યા હોય તો આવા બીજા પણ પેક્ટસ મળવાની સંભાવના વચ્ચે દરિયા કિનારા ઉપર વધુ શોધખોળ હાથ ધરાઇ હતી. તે સાથે જ નજીકના દિવસોમાં અફઘાનિસ્તાન તરફથી કોઇ જહાજ આવ્યું છે કે કેમ તેને લઈને પણ હજીરામાં આવેલી જેટીઓ ઉપર તપાસ માટે ટીમને તહેનાત કરાઇ હતી.