- ગુજરાતમાં સિઝનનો સરેરાશ 70 ટકા વરસાદ પડી ગયો
- અંજાર, સતલાસણામાં 2.4 ઈંચ વરસાદ આવ્યો
- કચ્છ અને સૌરાષ્ટ્રમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો
ગુજરાતમાં 24 કલાકમાં 194 તાલુકામાં મેઘમહેર થઇ છે. જેમાં સૌથી વધુ ભાવનગરમાં 4.6 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ કોટડાસાંગાણીમાં 3.8 ઈંચ વરસાદ સાથે લાલપુરમાં 3.5 ઈંચ, બાબરા અને લોધિકામાં 3.4 ઈંચ વરસાદ આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
અંજાર, સતલાસણામાં 2.4 ઈંચ વરસાદ આવ્યો
ખંભાળિયા, ગાંધીધામ અને સુરતમાં 3.2 ઈંચ વરસાદ સાથે કલ્યાણપુર, સિહોર અને ઉમરપાડામાં 2.9 ઈંચ વરસાદ તથા વેરાવળ, ગઢડા, ડોલવણમાં 2.6 ઈંચ વરસાદ તેમજ વ્યારા, અંજાર, સતલાસણામાં 2.4 ઈંચ વરસાદ આવ્યો છે. નાંદોદ, સુત્રાપાડા, ઈડર અને ઉમરપાડામાં 2.2 ઈંચ વરસાદ આવ્યો છે. રાજકોટ, ભરુચ અને અંકલેશ્વરમાં 2 ઈંચ વરસાદ આવ્યો છે.
લાલપુર, બાબરા, લોધિકામાં સાડા 3 ઈંચ વરસાદ પડ્યો
ભાવનગર અને કોગડાસાંગાણી સિવાય રાજ્યમાં વિવિધ ભાગોમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં લાલપુર, બાબરા, લોધિકામાં સાડા 3 ઈંચ વરસાદ પડ્યો છે. ખંભાળિયામાં સાડા 3 ઈંચ, જ્યારે ગાંધીધામ, સુરત, કલ્યાણપુર, સિહોર અને ઉમરપાડામાં પણ 3 ઈંચ વરસાદ પડ્યો છે. 12 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. 5 તાલુકામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. ઉપરાંત અન્ય તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં સિઝનનો સરેરાશ 70 ટકા વરસાદ પડી ગયો
ગુજરાતમાં સિઝનનો સરેરાશ 70 ટકા વરસાદ પડી ગયો છે. સિઝનના ત્રણ રાઉન્ડમાં જ સરેરાશ 70 ટકા વરસાદ પડ્યો છે. હજુ તો જુલાઈમાં જ ચોથા રાઉન્ડની આગાહી છે. ગુજરાતના બે ઝોનમાં 100 ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. સિઝનમાં સૌથી વધુ કચ્છમાં 129 ટકા વરસાદ અને સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીનો સિઝનનો 103 ટકા વરસાદ પડી ચૂક્યો છે.