ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Text To Speech
  • અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદની સંભાવના
  • આવતીકાલથી વરસાદનું જોર ઘટવાની શક્યતા
  • આગામી 3 કલાક માટે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. જેમાં આગામી 3 કલાક માટે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આજે નાવ કાસ્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આજે નાવ કાસ્ટ જાહેર કર્યું છે. નાવ કાસ્ટ જાહેર કરીને રાજ્યમાં ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે.

આવતીકાલથી વરસાદનું જોર ઘટવાની શક્યતા

પાટણ, બનાસકાંઠા અને મહેસાણામાં ભારે વરસાદની શક્યતા છે. તથા અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નડિયાદમા પણ વરસાદની સંભાવના છે. તેમજ જુનાગઢ, દ્વારકા, પોરબંદર, મોરબીમાં અતિભારે વરસાદની આગાહી સાથે દ.ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને ભરુચમાં પણ આગાહી કરવામાં આવતા જગતના તાતની ચિંતામાં વધારો થયો છે.  આવતીકાલથી વરસાદનું જોર ઘટવાની શક્યતા છે.

Back to top button