ગુજરાતટ્રેન્ડિંગ

ચોરી કરવા ચોરોએ અપનાવ્યો નવો જુગાડ, મહેમાન થઈ કરતા હતા ચોરી

Text To Speech

Surat: સુરતમાં ટ્રેનમાં, બસમાં રાહદારીઓ સાથે મિત્રતા કરી બાદમાં તેઓના ઘરે જઈ ચા-પાણીમાં ઘેનની ગોળીઓ નાખી ચોરી કરતા બે ઇસમોને સુરત ક્રાઈમ બ્રાંચની(Crime Branch) ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 9 મોબાઈલ અને બે બાઈક મળી કુલ 1.21 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે અને બે ગુનાના ભેદ પણ ઉકેલયા છે.

કુલ 1.21 લાખની મત્તા કબજે કરી:

સુરતમાં ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે જહાંગીરપુરા બ્રિજ પાસેથી આરોપી યાસીન ઉર્ફે સમીર મોહમદ વોરા અને યશરાજ ઉર્ફે રાજુ રમેશકુમાર વ્યાસ ને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી બે બાઈક તેમજ અલગ અલગ કંપનીના 9 મોબાઈલ મળીને કુલ 1.21 લાખની મત્તા કબજે કરી હતી.

શું છે સમગ્ર મામલો? કેવી રીતે ચોર ચોરી કરતો હતો?

પોલીસે જણાવ્યું હતું કે યશરાજ ઉર્ફે રાજુ, બસ ટ્રેનમાં મુસાફરી દરમ્યાન રાહદારીઓ સાથે મિત્રતા કરતો હતો પછી પોતાના ખોટા નામ જણાવી તેઓના મોબાઈલ નંબર મેળવી લેતો હતો અને બાદમાં તેઓ જે શહેરમાં રહેતા હોય ત્યાં કામ માટે આવ્યો હોવાનું જણાવી તેઓના ઘરે મહેમાન થઈ ચા-પાણી કરવા જતો હતો.

આ પણ વાંચો: સરકાર કરે છે શું? એક રાજ્યની હિંસા 140 કરોડ દેશવાસીઓને બદનામ કરી રહી છે

ત્યાં મોકો જોઈ ચા-પાણીમાં ઘેનની ગોળી નાખી દઈ બેભાન કરી રોકડા રૂપિયા, મોબાઈલ અને ગાડી ચોરી કરી ભાગી જતો હતો, પછી તે ચોરી કર્યા બાદ ગાડી અને મોબાઈલ ફોન આરોપી યાસીન ઉર્ફે સમીરને વેચાણ કરવા માટે આપતો હતો. હાલ તો પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત ક્રાઈમ-HDnews

અઠવા અને પુણાગામ પોલીસ મથકમાં ગુનો નોંધાયો:

પોલીસ તપાસમાં ગોડાદરા પોલીસ મથકમાં ઘેનની ગોળી ખવડાવી ચોરી કરવા અંગેનો નોંધાયેલા ગુનાનો ભેદ તેમજ બેંગાલુરું સીટીમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. વધુમાં ઝડપાયેલા આરોપી યાસીન ઉર્ફે સમીર સામે ભૂતકાળમાં રાંદેરમાં 1 ગુનો જયારે યશરાજ ઉર્ફે રાજ વ્યાસ સામે ઉમરા, અઠવા અને પુણાગામ પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો છે.

આ પણ વાંચો: સ્ટંટ કરનાર હવે ચેતજો, જો નજરે ચડ્યા તો ગયા, રોડને રેસિંગ ટ્રેક બનાવનાર સામે થશે કાર્યવાહી

Back to top button