કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

કચ્છમાં આજે બપોરે ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેમ થાય છે ભૂકંપ

Text To Speech
  • કચ્છમાં આજે બપોરે આવ્યો ભૂકંપનો આંચકો.

રાજ્યમાં વારંવાર ભૂકંપની ઘટના બનતી હોય છે. આજે બપોરે 1.20 કલાકે કચ્છમાં 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનુ કેન્દ્રબિંદુ ફતેહગઢમાં નોંધાયુ છે. જે કચ્છ થી 13 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ આવેલુ છે.

આ અગાઉ કચ્છમાં મોડી રાત્રે 4.2 ની તીવ્રતાનો ઝટકો નોંધાયો હતો:

આ અગાઉ 14 જુલાઈના રોજ કચ્છના ખાવડામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રે કચ્છના ખાવડા નજીક પણ ભૂકંપનો આંચકો આવ્યો હતો. કચ્છના ખાવડામાં લગભગ 12.15 કલાકે ખાવડા નજીક 3.0ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનુ કેન્દ્રબિંદુ ખાવડાથી લગભગ 35 કિમી દૂર નોર્થ વેસ્ટ બાજુ નોંધાયુ હતુ.

આ પણ વાંચો: ટ્વીટર ડાયરેક્ટ મેસેજ મોકલવા પર પણ લિમિટ લગાવવા જઈ રહ્યું છે, જાણો શું છે કંપનીનું પ્લાનિંગ

શા માટે વારંવાર આવે છે ભૂકંપ?

  • તમને પણ મનમાં થતુ હશે કે આ ભૂકંપ કેમ આવતા હશે, થાય છે ને? ચાલો જાણીએ ભૂકંપ આવવા પાછળનું સાચું કારણ.

દેશમાં કે રાજ્યમાં અનેક વાર તમે ભૂકંપ આવવાના સમાચાર જોતા જ હશો, ત્યારે તમે એ પણ જોયું જ હશે કે વારંવાર કચ્છમાં ભૂકંપ આવે છે, ત્યારે તમે ક્યારેય વિચાર્યુ છે કે ગુજરાતમાં સૌથી વધારે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાય છે. છેલ્લા 20 વર્ષથી સતત ભૂકંપના આંચકા કેમ અનુભવાઈ રહ્યા છે. કચ્છ યૂનિવર્સિટીના સંશોધન અનુસાર આ પાછળનું મુખ્ય કારણ એ છે કે કચ્છમાં ભૂકંપની 4 ફોલ્ટલાઈન આવેલી છે. જેમાંથી વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છમેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે. આમ આ બે ફોલ્ટલાઈનો ભેગી થતી હોવાથી અવાર-નવાર ભૂકંપના આંચકાનો અનુભવાય છે. મોટા ભાગે વાગડમાં જે આંચકા આવે છે તે 2001ના ભૂકંપના એપી સેન્ટરની આસપાસ જ નોધાય છે.

આ પણ વાંચો: સરકાર કરે છે શું? એક રાજ્યની હિંસા 140 કરોડ દેશવાસીઓને બદનામ કરી રહી છે

Back to top button