- માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી
- નવસારી, સુરતમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી
- રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં વરસાદની આફત આવી શકે છે. જેમાં કેટલાક વિસ્તારો માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તથા રાજ્યમાં 24 કલાક હજુ પણ ભારે વરસાદ પડી શકે છે. ત્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આજે ભારે વરસાદની સંભાવના છે. તથા કચ્છ, જામનગર, સુરત, નવસારી, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં જશે જળબંબાકાર
નવસારી, સુરતમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી
જુનાગઢ, રાજકોટ,અમરેલી અને ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં 24 કલાક હજુ પણ ભારે વરસાદની આગાહી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આજે ભારે વરસાદની સંભાવના છે. આણંદ, વડોદરા, ભરુચ, તાપી, ડાંગ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ સાથે ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠામાં યલો એલર્ટ છે. તથા સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટે તેવી સંભાવના છે. 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. વલસાડ, નવસારી, સુરતમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં 242 તાલુકામાં મેઘમહેર, જાણો કયા ખાબક્યો સૌથી વધુ વરસાદ
માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી
દ્વારકા, જામનગર, કચ્છમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ થશે. પોરબંદરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે ભારેથી અતિભારે વરસાદ થશે. તથા બનાસકાંઠા, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ 24 કલાકમાં ગુજરાતમાં અનેક સ્થળે અત્યંત ભારે વરસાદ થશે. આવતીકાલ બાદ ગુજરાતમાં વરસાદનું જોર સાવ ઘટી જશે. તથા માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.