લાઈફસ્ટાઈલવિશેષહેલ્થ

શું મખાના ડાયાબિટીસને અંકુશમાં લાવવા મદદરૂપ થઈ શકે?

Text To Speech

વિશ્વભરમાં ભારત દેશ ડાયાબિટીસનું કેપિટલ તરીકે ઓળખાય છે અને દેશમાં દિનપ્રતિદિન ડાયાબિટિસના દરદીઓ સતત વધી રહ્યાં છે. ડાયાબિટિસ અત્યંત ખતરનાક બિમારી છે, જે શરીરના મહત્ત્વના અંગોને ખતમ કરી નાખે છે અને અંતે વ્યક્તિએ મોતને ભેટવું પડે છે. આથી જ, શરીરમાં ગ્લુકોઝના પ્રમાણને નિયંત્રણમાં રાખવું અત્યંત જરૂરી છે. આ માટે ઘણી દવાઓ અને ઉપાય છે, પણ તે માટે ધીરજ હોવી જરૂરી છે. ડાયાબિટીસ એકવાર થઈ જાય એનાથી મુક્ત તો નથી થવાતું, પણ સુગરને ક્ધટ્રોલમાં રાખીને સારું જીવન જીવી શકાય છે. એવું તબીબોનું કહેવું છે. ડાયાબિટીસને અંકુશમાં રાખવા, લોહીમાં સાકરના પ્રમાણને સંતુલિત રાખવામાં ’મખાના’ તરીકે ઓળખાતા કમળના બીજ ઘણાં અસરકારક બની રહે છે. ’મખાના’ તેની ડાયાબિટિસ- વિરોધી અસર માટે જાણીતા છે. ’મખાના’ શરીરમાં ગ્લુકોઝના સ્તરને સુધારવામાં અને કોલેસ્ટ્રોલનાં સ્તરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

મખાનાને શિયાળની બદામ તરીકે પણ ઓળખવામાં આવે છે. મખાના આમૂલ સફાઈ પ્રવૃત્તિ કરે છે જે ડાયાબિટિસની ગૂંચવણોના જોખમને અટકાવે છે, આ જળચર બીજ મુખ્યત્વે ભારતના ઉત્તર ભાગમાં વિશેષ જોવા મળે છે, તેમાં ઉચ્ચ પોષક મૂલ્યો હોવા છતાં તેના મહત્ત્વને ઘણીવાર નજરઅંદાજ કરવામાં આવે છે.
ડાયાબિટીસની સારવાર અને વ્યવસ્થાપનમાં મખાના અત્યંત ફાયદાકારક છે, એવું ઘણાં અભ્યાસમાં જાણવા મળ્યું છે. અહીં આપણે મખાના અને ડાયાબિટીસ વચ્ચેના જોડાણની ચર્ચા કરીશું.

મખાનામાં એન્ટિઓક્સિડન્ટ્સનું પ્રમાણ ભરપૂર હોય છે અને તેને કારણે તેમાં ડાયાબિટીસ-વિરોધી અસરનું મુખ્ય કારણ છે. ડાયાબિટીસ મુખ્યત્વે ત્યારે થાય છે જ્યારે ફ્રી-રેડિકલની સંખ્યામાં વધારો થાય છે અને સ્વાદુપિંડ (પેન્ક્રિયાસ) ના બીટા-સેલ ડિસ્ફંક્શન (અપ્રક્રિયા) કારણ બને છે. પેન્ક્રિયાઝના અંદરના ભાગમાં સ્થિત બીટા-કોષો દ્વારા ઈન્સ્યુલિનનું સંશ્લેષણ અને સ્ત્રાવ થાય છે. તે માત્ર કોષોને જ નુકસાન નથી કરતું પણ ઈન્સ્યુલિનના સ્ત્રાવમાં અવરોધ પેદા કરે છે અને હાઈપરગ્લાયકેમિયા અથવા ડાયાબિટીસ તરફ દોરી જાય છે.

મખાનામાં કેટાલેઝ, સુપરઓક્સાઈડ, ડિસમ્યુટેઝ અને ગ્લુટાથિઓન પેરાક્સિડેઝ જેવા એન્ટિઓક્સિડન્ટ્સની હાજરી હોવાથી તે પેન્ક્રિયાઝને થતાં નુકસાનને અટકાવે છે. આ ઉપરાંત ડાયાબિટીસના દરદીઓમાં હાઈ કોલેસ્ટ્રોલ અને હૃદયરોગ જેવી જટિલતા સામાન્ય છે. મખાનાના એન્ટિઓક્સિડન્ટ ગુણધર્મો અને ગૂંચવણોને રોકવામાં મદદ કરે છે અને સ્થિતિના યોગ્ય સંચાલનની ખાતરી આપે છે.

મખાનાની થાક વિરોધી અસર
થાક, સુસ્તી અને ઊર્જાના અભાવની લાગણી તરીકે વ્યાખ્યાતિત કરવામાં આવે છે. જો કે થાકના અનેક કારણો છે જેમાં તણાવ, વર્કઆઉટ, ઊંઘનો અભાવ, વધુ વજન અને દવાઓના સમાવેશ થાય છે. મુક્ત રેડિકલમાં વધારો એને પણ થાકનું એક મુખ્ય કારણ માનવામાં આવે છે. ડાયાબિટીસમાં જેમ ઈન્સ્યુલિનનું ઉત્પાદન ઓછું થાય છે. અથવા શરીરના કોષો ગ્લુકોઝને ઊર્જામાં રૂપાંતર કરવામાં અસમર્થ હોય છે. ડાયાબિટીસના દરદીઓ હળવી શારીરિક પ્રવૃત્તિ પછી સરળતાથી થાકી જાય છે જે તેમના રોજિંદા જીવનને અસર કરી શકે છે. એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે મખાનામાં ગેલિક એસિડ જેવા ફિનોલિક સંયોજનો મુક્ત રેડિકલને ઘટાડીને અને લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરીને થાકને દૂર કરવામાં મદદ કરી શકે છે. તેથી, દૈનિક આહારના ભાગરૂપે મખાનાનો સમાવેશ ડાયાબિટીસના સંચાલનમાં મદદ કરી શકે છે.

Back to top button