અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

breaking news: અમદાવાદ શહેરમાં ભારે વરસાદના પગલે 5 અન્ડરપાસ બંધ કરાવ્યા

Text To Speech
  • અમદાવાદ શહેરમાં ભારે વરસાદના પગલે 5 અન્ડરપાસ બંધ કરાવ્યા.

સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ સાંજના સમયે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગે ગઈકાલે અમદાવાદ માટે ખાસ એલર્ટ આપ્યું હતું.

અમદાવાદ ભારે વરસાદ-Humdekhengenews

હવામાન વિભાગે આપેલ આગાહી પ્રમાણે અમદાવાદમાં ધોધમાર વરસાદ થતાં અનેક નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

 

અમદાવાદ અન્ડરપાસ-Humdekhengenews

ભારે વરસાદને પગલે શહેરના પાંચ અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે. શહેરના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. અખબારનગર, ઉસ્માનપુર મિઠાખળી વિસ્તારમાં અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે. દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે વ્યાપક પ્રમાણમાં કામગીરી હાથ ધરી છે. શહેરના અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.

Back to top button