breaking news: જૂનાગઢમાં મેઘ તાંડવની સ્થિતિને લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન
વહેલી સવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને નવસારી અને જૂનાગઢની હાલત ખૂબ જ ગંભીર બની છે. ત્યારે માત્ર બે કલાકમાં જ મેઘરાજાએ એવો કહેર વર્તાવ્યો કે સમગ્ર જૂનાગઢ શહેર દરિયામાં ફેરવાયું હોય તેવી સ્થિતિ સર્જાય છે.
જૂનગાઢ જવા માટે મુખ્યમંત્રીએ તૈયારી દાખવી હતી પરંતુ વીઝીબીલીટી ન હોવાથી ત્યાં પહોંચી શકાય તેમ નથી માટે તેઓ તાત્કાલિક ગાંધીનગર જવા રવાના થયા છે.
- ગાંધીનગર કંટ્રોલ રૂમ ખાતેથી તેઓ સતત નજર રાખશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
જૂનાગઢ જિલ્લાને મેઘરાજા ધમરોળી રહ્યા છે. જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ધોધમાર વરસાદ ખાબકતા સમગ્ર શહેરમાં જમીન ત્યા જળ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે. એવામાં જૂનાગઢમાં હાલ NDRFની બે ટિમ તૈનાત છે, હજી વધુ એક ટિમ ત્યાં થોડી વારમાં પહોંચશે.
જૂનાગઢ અપડેટ:
- જૂનાગઢમાં હાલ NDRFની બે ટિમ તૈનાત છે, હજી વધુ એક ટિમ ત્યાં થોડી વારમાં પહોંચશે.
- વધુ બે SDRFની ટિમ જૂનાગઢ મોકલવામાં આવી રહી છે.
- 250 થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
- રાજકોટથી શહેર અને જિલ્લાની મળી કુલ 5 ફાયરની ટિમ જૂનાગઢ જવા રવાના થઇ.
- 25000 ફૂડ પેકેટ રાજકોટ વહીવટી તંત્ર દ્વારા જૂનાગઢ મોકલવામાં આવ્યા.
આજે જૂનાગઢ વાસીઓએ વિચાર્યું પણ નહીં હોય કે અચાનક આ પ્રકારનો મેઘતાંડવ થશે. કુદરતના કહેર સામે હાલ જૂનાગઢવાસીઓ લાચાર જોવા મળી રહ્યા છે. ધોધમાર વરસાદ ખાબકતા શહેરમાં લોકોના હાલ બેહાલ થયા છે.