ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

Junagadh Rain: જૂનાગઢમાં જળબંબાકાર, ક્યાંક વાહનો તણાયા તો ક્યાંક પશુઓ, જુઓ વીડિયો

Text To Speech

છેલ્લાં 4 દિવસથી સૌરાષ્ટ્ર ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જેના લીધે સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમો ફુલ થઈ ગયા છે. ત્યારે જૂનાગઢમાં આજે બપોર બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી અને માત્ર 4 કલાકમાં જ 14 કરતા પણ વધુ વરસાદ ખાબક્યો હતો. જેને લીધે જુનાગઢ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. એટલું જ નહીં ભારે પાણીના વહેણમાં બાઇક, કાર અને વ્યક્તિઓ પણ તણાયા હતાં. જુઓ વીડિયો,

મેઘરાજાએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે રીતે રસ્તાઓ પર ભારે પાણીના વહેણ પણ જોવા મળ્યા છે. ભારે વરસાદને બદલે નીચાણવાળા કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે.

  • વીડિયોમાં જે બાપા ગયા….બાપ ગયા…એમનો પોલીસ દ્વારો આબાદ બચાવ કરવામાં આવ્યો છે.

પોલીસે બચાવ્યો જીવ

લોકોના ઘર પાણીમાં ડૂબ્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. તેમજ કેટલાય લોકોની ઘરવખરી પણ પલળી હોય તેવું પણ સામે આવ્યું છે.

જૂનાગઢમાં બપોર બાદ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા જેમના બાઇકો પાણીમાં તણાઈ હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા.

આ પણ વાંચો: Viral Video : કાગડો મોમાં કચરો લઇને ડસ્ટબીન શોધવા લાગ્યો,અને પછી………..

Back to top button