ઘડિયાળ ઘરની કઇ દિશામાં લગાવવી બેસ્ટ છે? શું તેના પણ હોય છે નિયમો?
- વાસ્તુશાસ્ત્રમાં પણ ઘડિયાળને મહત્ત્વ આપવામાં આવ્યુ છે
- ઘડિયાળ ખરાબ થઇ હોય તો વ્યક્તિના જીવનમાં અનેક સમસ્યાઓ આવી શકે છે
- યોગ્ય દિશામાં ઘડિયાળ લગાવશો તો તમને સકારાત્મક ઉર્જા મળતી રહેશે
માણસોના જીવનમાં ઘડિયાળનું મહત્ત્વ ઘણુ હોય છે. કોઇ હાથ જે રીતે ઘડિયાળ વગર હોતો નથી, તેમ કોઇ ઘર પણ ઘડિયાળ વગરનું હોતુ નથી. વાસ્તુશાસ્ત્રમાં પણ ઘડિયાળને મહત્ત્વ આપવામાં આવ્યુ છે. વાસ્તુ જાણકારોની વાત માનીએ તો જો ઘરમાં યોગ્ય દિશામાં ઘડિયાળ ન લાગી હોય અથવા તો ઘડિયાળ ખરાબ થઇ હોય તો વ્યક્તિના જીવનમાં અનેક સમસ્યાઓ આવી શકે છે. તમારી કોશિશો છતાં જો તમારા કામમાં અડચણો આવતી હોય તો કદાચ તમારી ઘડિયાળની દિશા ખોટી હોઇ શકે છે. જો તમે વાસ્તુ શાસ્ત્રના નિયમ અનુસાર ઘરમાં યોગ્ય દિશામાં ઘડિયાળ લગાવશો તો તમને સકારાત્મક ઉર્જા મળતી રહેશે. તમારા અટકેલા કામ પુરા થશે. આ માટે ઘડિયાળને લગતી કેટલીક બાબતોનું ધ્યાન રાખો
ઘરમાં ન રાખો બંધ ઘડિયાળ
વાસ્તુ કહે છે કે ઘરમાં ક્યારેક બંધ ઘડિયાળ ન રાખો. એવી ઘડિયાળ પણ દિવાલ પર ન લગાવો, જેનો કાચ તુટેલો હોય. તુટેલી કે બંધ ઘડિયાળ ઘરમાં રાખવાથી પરિવારના સભ્યો પર નકારાત્મક અસર પડે છે. એવું કહેવાય છે કે રોકાયેલી ઘડિયાળથી પરિવારના લોકોની પ્રગતિ પણ રોકાઇ જાય છે. જો ઘડિયાળની બેટરી ખતમ થઇ જાય તો તેને તાત્કાલિક બદલી દો.
આ દિશામાં લગાવો ઘડિયાળ
જો લોકો ઘડિયાળને પોતાની સુવિધા અનુસાર ઘરની કોઇ પણ દિશામાં લગાવી દેતા હોય તો આમ કરવુ યોગ્ય નથી. ઘરમાં ઘડિયાળ માટે પણ ખાસ સ્થાન અને દિશા છે. અહીં ઘડિયાળ લગાવવાના શુભ પરિણામો મળે છે. વાસ્તુના જાણકારોની વાત માનીએ તો ઉત્તર અને પૂર્વ દિશાને વૃદ્ધિની દિશા માનવામાં આવે છે. તો આજ દિશામાં ઘડિયાળ લગાવો.
દક્ષિણ દિશામાં કદી ન લગાવો ઘડિયાળ
દક્ષિણ દિશાની દિવાવ પર ઘડિયાળ ન લગાવવી જોઇએ. દક્ષિણ દિશા તરફથી નકારાત્મક ઉર્જા આવે છે. જો તમે આ દિશામાં કોઇ ઘડિયાળ લગાવશો તો સમય જોા માટે વારંવાર તમારુ ધ્યાન દક્ષિણ દિશા તરફ જશે, જે શુભ માનવામાં આવતી નથી. તેથી ઘડિયાળ આ દિશામાં ન લગાવો.
આ પણ વાંચોઃ સુરતમાં બની દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ, જાણો શું છે ખાસ