ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાતના ગૃહમંત્રીનો આગવો અંદાજ, વડલે ઝૂલી તાજી કરી બાળપણની યાદો

Text To Speech

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અવારનવાર કોઈને કોઈ અનોખા અંદાજ સાથે લોકો સમક્ષ આવતા હોય છે. ત્યારે ફરી એકવાર આવા જ આગવા અંદાજમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી જોવા મળ્યા છે. સુરત ખાતે મોર્નિંગ વોકમાં નિકળેલા હર્ષ સંઘવીએ વડલાના ઝાડ પર લટકીને બાળપણની યાદો તાજી કરી હતી. આજે કાર્યકરો સાથે સાવર સવારમાં હર્ષ સંઘવીએ વોક-વે ની મુલાકાત લીધી હતી. સાથો-સાથ જોગર્સ પાર્કમાં જઈને લોકો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન પોતાના મતવિસ્તારના જે લોકો છે તેમનો તેમણે સંપર્ક કર્યો હતો.

ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આગવો અંદાજ
વોક વે દરમ્યાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જોગર્સ પાર્કમાં વડની વડવાઈ પર લટકીને કાર્યકરો સાથે હળવા અંદાજમાં જોવા મળ્યા હતા. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હર્ષ સંઘવી પોતાના મત વિસ્તાર મજુરા વિધાનસભા વિસ્તારમાં આ રાઉન્ડ લીધું હતું. સાથોસાથ ત્યાંના સ્થાનિકો સાથે બેસીને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મજુરા વિસ્તારમાં વિકાસને લઈને સૂચનો પણ જાણ્યા હતા.

ગૃહમંત્રી હોવા છતાં હર્ષ સંઘવી પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં થોડી પણ બાંધછોડ નથી રાખતા. ૩૭ વર્ષની યુવા વયે હર્ષ સંઘવી એકદમ ફીટ છે. જેવી રીતે નાનપણમાં વડની વડવાઈ સાથે લટકીને હીંચકતા હતા, એવી રીતે આજે હર્ષ સંઘવીએ લોકો સાથે વડવાઈ પર લટકીને નાનપણની યાદો તાજી કરી હતી. સાથોસાથ સ્થાનિકો સાથે દોડ પણ લગાવી હતી અને લોકોને કસરત અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા સૂચન આપ્યું હતું.

Back to top button