ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પીએમ મોદીના એપોઇન્ટમેન્ટ લેટરના વિતરણ પર કોંગ્રેસનો ટોણો; કહ્યું- ઇવેન્ટ-જીવી PM

Text To Speech

નવી દિલ્હી: કોંગ્રેસે પીએમ નરેન્દ્ર મોદી તરફથી વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા નવી ભરતી થનારા 70 હજાર લોકોને નિયુક્તિ પત્ર (appointment letter) આપવા પત ટોણો માર્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે દેશમાં ત્રણ વર્ષમાં હજારો નાના-મોટા ઉદ્યોગ બંધ થઈ ગયા. સરકારી વિભાગોમાં પણ હજારો પદ ખાલી છે પરંતુ વડાપ્રધાન નિયુક્તિ પત્ર વહેંચવાનું નાટક કરી રહ્યાં છે.

ખડગેએ ટ્વિટ કરીને કહ્યું, દેશમાં 3 વર્ષોમાં જ લગભગ 20,000 MSME ઉદ્યોગ ઠપ પડેલા છે. એકલા સરકારી વિભાગોમાં જ 30 લાખ પદ ખાલી પડ્યા છે. પરંતુ ઇવેન્ટ-જીવી મોદી સરકારના મુખીયા, મોદી જી હપ્તાઓમાં ભરતી પત્ર વહેંચીને એવું દર્શાવી રહ્યાં છે કે જાણે તેમને 2 કરોડ નોકરીઓ, પ્રતિવર્ષ આપવાનો ભાજપનો વાદો પૂરો કરી દીધો છે. અરે ભઇ, તે તો સરકારના સ્વીકૃત પદ છે, તે તો ક્યારનાય ભરાઇ જવા જોઇતા હતા.

ખડગેએ લખ્યું, પાછલા નવ વર્ષમાં સ્ટાર્ટઅપ ઈન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઈન્ડિયા વગેરેની ઈવેન્ટ તો બનાવવામા આવી પરંતુ લાખો MSMEsને મોદી સરકારની ખોટી નીતિઓનું ડંખ સહન કરવો પડ્યો. કરોડો યુવાઓની નોકરીઓ ખત્મ થઈ ગઈ. તેમનું ભવિષ્ય અંધકારમય બની ગયું.

એસસી, એસટી, ઓબીસી, EWSને ખુબ જ નુકશાન પહોંચ્યું. દેશના યુવાઓ હવે વધારે સહન કરી શકશે નહીં. આ યુવા વિરોધી સરકારને જવું પડશે. ભારત જોડાશે, ઈન્ડિયા જીતશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે 10.30 વાગે વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા 70 હજારથી વધારે યુવાઓને સરકારી નોકરીના નિયુક્તિ પત્ર આપવામાં આવ્યા હતા. આ અવસર પર તેમને કહ્યું કે,આજે જે લોકોને નિયુક્તિ પત્ર મળી રહ્યાં છે, તેમના માટે યાદગાર દિવસ છે અને દેશ માટે પણ ઐતિહાસિક દિવસ છે.

આ પણ વાંચો- દેશભરમાં 44 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન, 70 હજાર યુવાનોને નિમણુક પત્રોનું વિતરણ

Back to top button