દેશભરમાં 44 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન, 70 હજાર યુવાનોને નિમણુક પત્રોનું વિતરણ
- PM મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ વિભાગો અને સંસ્થાઓમાં ભરતી થયેલા યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું છે.
Rozgar Mela: આજે દેશભરમાં 44 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન આ કાર્યક્રમ સાથે વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. આ દરમિયાન તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 70 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. લોકસભા ચૂંટણી 2024 પહેલા PM મોદી સતત જનતાને ભેટો આપી રહ્યા છે. આ ક્રમમાં પીએમ મોદીએ વિવિધ વિભાગો અને સંગઠનોમાં ભરતી થયેલા યુવાનોને ઓનલાઈન નિમણૂક પત્રોનું વિતરણ કર્યું છે.
આ દરમિયાન વડાપ્રધાને કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે, “આજનો દિવસ દેશ માટે ઐતિહાસિક દિવસ છે. યુવાનો માટે સરકારી નોકરીમાં જોડાવાની આ એક મોટી તક છે. તમારે દેશને ગૌરવ અપાવવાનું છે.” તેમણે એમ પણ કહ્યું કે ભારત 9 વર્ષમાં 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને વિશ્વની 3જી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે.
આ પણ વાંચો: મણિપુરમાં મોતનું તાંડવ: 1000 લોકોના ટોળાએ પોલીસ પાસેથી જ મહિલાઓને ખેંચી લીધી અને પછી…
PMએ કહ્યું, આજનો દિવસ ઐતિહાસિક
PMએ કહ્યું, “તે યુવાનો માટે એક યાદગાર દિવસ છે જેમને નિમણૂક પત્રો મળી રહ્યા છે, પરંતુ તે જ સમયે તે દેશ માટે ખૂબ જ ઐતિહાસિક દિવસ છે. આ દિવસે (22 જુલાઈ) 1947માં બંધારણ સભા દ્વારા ત્રિરંગાને તેના વર્તમાન સ્વરૂપમાં સ્વીકારવામાં આવ્યો હતો.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવમાં જ્યારે દેશ વિકાસના ધ્યેય પર કામ કરી રહ્યો છે ત્યારે તમારા માટે સરકારી નોકરીમાં જોડાવાની મોટી તક છે. યુવાનોની મહેનતનું આ પરિણામ છે અને નિમણૂક પત્ર મેળવનાર તમામ યુવાનોને અભિનંદન.
આ પણ વાંચો: CBSE બોર્ડેનો મોટો નિર્ણય; તમામ ભારતીય ભાષાઓમાં ભણાવવાનો આપશે વિકલ્પ