ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : દાંતીવાડા ડેમ 85 ટકા ભરાતા આજે બપોરે બે વાગે ડેમના દરવાજા ખોલાશે

Text To Speech
  • બનાસ નદીના વહેણ વિસ્તારમાં પ્રવેશ કરવો નહી
  • નદીના પટમાંથી જાનમાલ અને પશુધન સાથે સલામત સ્થળે ખસી જવા તંત્રની સૂચના
  • નદીના વહેણ વિસ્તારમાં પડેલ ખાડાઓમાં ભરાતા પાણીમાં ન્હાવા પડવું નહીં

પાલનપુર : ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં અને દક્ષિણ રાજસ્થાનમાં સારા વરસાદને લીધે બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડા બંધમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. જે મુજબ આજે તા.22જુલાઈ’23 સુધી દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો 598.90 ફૂટ એટલે કે ડેમ 85 ટકાથી વધુ ભરાયેલ છે. ડેમની ફૂલ કેપેસીટી 604 ફૂટની છે એટલે કે ડેમ પૂર્ણ સપાટી નજીક ભરાતા આજે દાંતીવાડા ડેમના દરવાજા ખોલી ડેમમાંથી 2000 ક્યુસેક પાણી છોડવામાં આવશે.

બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવા માં આવ્યું છે કે દાંતીવાડા ડેમના નીચાણવાસમાં રહેતા લોકોએ નદીના પટ વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં, નદીના પટમાં પ્રવેશ કરવાને લીધે અકસ્માત થવાની સંભાવના રહેલી છે. જેથી નદી વિસ્તારમાં પ્રવેશ કરવો નહી તેમજ નદીના પટમાંથી સલામત સ્થળે પોતાના જાનમાલ અને પશુધન સાથે સલામત સ્થળે ખસી જવા અનુરોધ કરવામાં આવ્યો છે તેમજ નદીના પટમાં માઇનિંગના કારણે નદીના વહેણ વિસ્તારમાં પડેલ ખાડાઓમાં ભરાતા પાણીમાં ન્હાવા પડવું જોખમી હોઈ એમ નહીં કરવા માટે તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે.

આ પણ વાંચો : બનાસકાંઠા :વડગામના ફતેગઢના પરિવારે માતાની પુણ્યતિથિએ તિથી ભોજન આપ્યું

Back to top button