ગુજરાતટોપ ન્યૂઝ

ઇસ્કોન બ્રિજ અકસ્માત : કારમાં હાજર યુવતીએ કર્યો ખુલાસો, કહ્યું- ” મે તથ્યને કહ્યું હતું કાર ધીમી ચલાવ પણ તે માન્યો નહી”

  • અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ
  • તથ્ય અને તેનાં મિત્રોનો તપાસમાં સહયોગ નહી
  • સ્પીડ અંગે આપે છે ગોળ ગોળ જવાબ

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં નવો ખૂલાસો સામે આવ્યો છે. 10 લોકોનો ભોગ લેનાર જેગુઆર કારનો ચાલક આરોપી તથ્ય પટેલ અને તેનાં મિત્રો પોલીસને તપાસમાં સહયોગ નથી આપી રહ્યાં. પોલીસ દ્વારા સતત તથ્ય પટેલ અને અકસ્માત સમયે કારમાં સવાર વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે કારની સ્પીડ અંગે તમામ વ્યક્તિઓ ગોળગોળ જવાબ આપી રહ્યા છે. જો કે, વારંવાર પૂછપરછ કરતા અકસ્માતની ઘટનાને લઈને તથ્ય પટેલ સાથે કારમાં રહેલી યુવતીએ કારની સ્પીડને લઈ મોટો ખુલાસો કર્યો છે. યુવતીએ તથ્ય પટેલને કાર ધીરે ચલાવવાનું કહ્યું હતું પરંતું તે માન્યો નહિ અને અકસ્માત થયો.

કારની સ્પીડ  અંગે કારમાં હાજર યુવતીએ કર્યો  ખુલાસો 

મહત્વનું છે કે,તથ્ય પટેલ સાથે તેની કારમાં આર્યન પંચાલ, શાન સાગર, ધ્વનિ પંચાલ, શ્રેયા વઘાસિયા અને માલવિકા પટેલ નામના મિત્રો પણ હતાં. આ તમામ લોકો છેલ્લા એક વર્ષથી મિત્રો હતા. આર્યન અને ધ્વનિ ભાઈ-બહેન છે. સોશિયલ મીડિયા અને કાફેની મુલાકાતો દ્વારા જ તમામ લોકો વચ્ચે મિત્રતા થઈ હતી અને આ પહેલાં પણ અગાઉ એકબીજા સાથે ફરવા જતાં હતાં. ત્યારે અકસ્માતની ઘટના સમયે પણ બધા સાથે હતા અને કેફે માંથી બધા બહાર આવી રહ્યા હતા આ સમયે અકસ્માત થયો. જેમાં 10 લોકોના મૃત્યુ થયા છે. તથ્ય કાર ચલાવતો હતો અને તેની બાજુમાં એક છોકરી બેઠી હતી, બાકીના બધા મિત્રો પાછળ બેસ્યા હતા. કુલ 6 લોકો કારમાં સવાર હતા વધુમાં.યુવતીએ પોલીસ પૂછપરછમાં કહ્યું કે, રાતે જ્યારે કેફેથી નીકળે ત્યારે તથ્ય પૂરઝડપે કાર ચલાવી રહ્યો હતો. તથ્ય કાર ધીમી ચલાવ. પરંતુ તે કઈ સમજવી રહ્યો ન હતો અને કારની સ્પીડ વધતી વધતી 100થી આગળ વધી ગઈ. એને ધડાક લઈને કારનો અકસ્માત થયો હતો.

અમદાવાદ અકસ્માત -humdekhengenews

અકસ્માતનું ફરી રિકન્સ્ટ્રક્શન કરાયું

ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં તપાસ માટે રચાયેલી તપાસ ટીમના સભ્યો અને એફએસએલ અધિકારીઓએ સમગ્ર બનાવનું રિકન્ટ્રક્શન કરી અકસ્માત કેવી રીતે સર્જાયો હશે તેના ટેક્નિકલ પાસા સહિતના વિવિધ પાસાની તપાસ કરી હતી. શુક્રવારે મોડી રાત સુધી ઘટનાને સમજવામાં આવી હતી. રિકન્સ્ટ્રક્શનમાં પહેલા ડમ્પર અને થાર કારને લાવવામાં આવી હતી. ઇસ્કોન બ્રિજ પર થાર અને ડમ્પરને એ જ પોઝિશનમાં ગોઠવવામાં આવી હતી. જે બાદ જેગુઆર કારને લાવી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. થાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ ઘટના સ્થળે ટોળું હાજર હતું, ત્યારે ગઈકાલે રાત્રે રિકન્સ્ટ્રક્શન કરતી વખતે ટોળાને હાજર રાખવામાં આવ્યું હતું.

આરોપી તથ્ય પટેલનો બ્લડ આલ્કોહોલ રિપોર્ટ કરાવાયો

બહુ ચર્ચિત જેગુઆર કાંડમાં મોટો ખુલાસો થયો છે. આ અંગે પશ્ચિમ ટ્રાફિક DCP નિતા દેસાઇએ જણાવ્યું કે, કેટલીક બાબતોમાં હજુ તપાસ અધુરી છે. આરોપીના બ્લડ રિપોર્ટમાં તેમજ મિત્રોના રિપોર્ટમાં ક્યાંય આલ્કોહોલનું સેવન કર્યાનું સામે આવ્યુ નથી તેમજ કારમાં મસ્તી કરતા હતા કે શું હતુ તે બાબતની તપાસ બાકી છે. અકસ્માતના દિવસે કોની કોની સાથે નીકળ્યો હતો તેમજ કઈ કઈ જગ્યાએ ગયા હતા, શું પ્રવૃત્તિ કરી હતી, આ તપાસ બાકી છે. અમુક સવાલોના જવાબ આપવામાં તથ્ય અચકાઈ રહ્યો છે. જેમાં કારની સ્પીડ અંગે પણ તથ્ય ચોક્કસ જવાબ આપી શક્યો નથી.

 આ પણ વાંચો : દિકરો હોય તો આવો, માતાનું અંગદાન કરીને 20 વર્ષના પુત્રએ 4 જીંદગી બચાવી

Back to top button