ગુજરાતધર્મ

અંબાજી મંદિરના દર્શનનો સમય બદલાયો

Text To Speech

પાલનપુર, બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી માતાજીના દર્શને દરરોજ હજારો માઈભક્તો આવે છે. ત્યારે માતાજીના દર્શનના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર કરવામાં આવતો હોય છે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર અષાઢ સુદ-૨(બીજ) રથયાત્રા શુક્રવારને તા.૦૧જુલાઈ ૨૦૨૨ થી આરતી તથા દર્શનનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

  • આરતી સવારે : ૦૭: ૩૦ થી ૦૮:૦૦
  • દર્શન સવારે : ૦૮:૦૦ થી ૧૧: ૩૦
  • મંદિર મંગળ : ૧૧: ૩૦ થી ૧૨ : ૦૦
  • રાજભોગ આરતી : ૧૨:૦૦ થી ૧૨ : ૩૦
  • દર્શન બપોરે : ૧૨: ૩૦ થી ૧૬ : ૩૦
  • મંદિર મંગળ ૧૬ : ૩૦ થી ૧૯-૦૦
  • આરતી સાંજે : ૧૯ : ૦૦ થી ૧૯:૩૦
  • દર્શન સાંજે : ૧૯: ૩૦ થી ૨૧:૦૦
Back to top button