ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

ઇસ્કોન બ્રિજ પર અકસ્માત : તથ્ય પટેલના 3 દિવસના રિમાન્ડ મંજુર, પિતા પ્રક્ષેશ પટેલને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલવાના આદેશ

Text To Speech
  • 9 નિર્દોષોની જિંદગી હણી નાંખનાર પિતા-પુત્રને અમદાવાદ જિલ્લા(ગ્રામ્ય) કોર્ટમાં કરાયા હતા રજૂ
  • એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.એમ. બાવીસીની કોર્ટમાં આરોપીને રજૂ કરાયા
  • સરકારી વકીલ પી.એમ. ત્રિવેદીએ માંગેલા 5 દિવસના રિમાન્ડ સામે સોમવાર સુધી અપાયા

અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રિજ પર ગુરુવારે મોડીરાતે અકસ્માત કરીને 9 લોકોને કચડી નાંખનાર તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને અમદાવાદ જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. જ્યાં અમદાવાદ જિલ્લા(ગ્રામ્ય) કોર્ટે આરોપી તથ્ય પટેલના સોમવારે દિવસના 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે કે પ્રજ્ઞેશ પટેલને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં સાબરમતી જેલ મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે.

પોણો કલાક રિમાન્ડ માટે સામસામી દલીલો ચાલી

મળતી માહિતી મુજબ, ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલને અમદાવાદ જિલ્લા કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટ રૂમમાં પણ જવાની જગ્યા ન હતી. કોર્ટરૂમ ખીચોખીચ ભરેલો હતો. કોર્ટ પરિસરમાં પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ કોરિડોર બનાવીને આરોપી તથ્ય પટેલને કોર્ટ પરિસરના આઠમા માળે હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં પબ્લિક પ્રોસિક્યુટર અને બચાવ પક્ષ વચ્ચે પોણો કલાક દલીલો ચાલી હતી. સરકારી વકીલે પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી અને કહ્યું હતું કે, આરોપી પોલીસને સહકાર નથી આપી રહ્યો.સરકારી વકીલે એવી પણ દલીલ કરી હતી કે તપાસ માટે પૂરતો સમય મળ્યો નથી. અકસ્માત કરનાર ગાડીમાં ઉપસ્થિત લોકોની પણ તપાસની જરૂર છે. આ આરોપીના મોબાઈલ ફોનની પણ તપાસ જરૂરી છે. આરોપી પોલીસ તપાસમાં સહકાર નથી આપી રહ્યા. કોર્ટ દ્વારા બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મુખ્ય આરોપી તથ્ય પટેલના ત્રણ દિવસના એટલે કે સોમવારે સાંજ સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યાં છે. તેમજ તેના પિતા પ્રજ્ઞેશ પટેલને જેલ હવાલે કરવાનો હૂકમ કર્યો છે.

Back to top button