ગુજરાતટોપ ન્યૂઝ

મહેસુલ વિભાગમાં મનોજ દાસનું સફાઇ અભિયાન; ભ્રષ્ટાચારની સાથે-સાથે આળસ પણ કરાઇ દૂર

હમ દેખેગે ન્યૂઝ ડેસ્ક : મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચારના સમાચારો પ્રતિદિવસ અખબાર પત્રોની હેડલાઈન બની રહી હતી. તેથી સરકાર અને વિભાગ બંનેની બદનામી થતી હતી. તેથી ભ્રષ્ટાચારને ડામવા માટે સરકારે એક દમદાર અધિકારીને તેનું કામ કાજ સોંપ્યું અને આવતાની સાથે જ તે અધિકારીએ મહેસુલ વિભાગના અધિકારીઓની ઊંઘ હરામ કરી નાંખી.

મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચાર અને કામચોરીને દૂર કરવા માટે મનોજ દાસે એક અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાનમાં મહેસુલ વિભાગમાં વર્ષોથી ધૂળ ખાઇ રહેલી ફાઇલોને આગળ ધપાવવાનું કામ કરવાની સાથે-સાથે ભ્રષ્ટાચાર પર પંજો મારવામાં આવ્યો છે. અધિકારીઓને કડક ચેતવણી આપવામાં આવી છે કે, કોઈપણ ફાઈલ ખોટી રીતે અટકાવી જોઇએ નહીં. તો બીજી તરફ આવેદનકર્તાઓને પણ સૂચનો આપવામાં આવ્યા છે કે, કોઈપણ અધિકારી ઘૂસ માગે તો સીધો જ સીએમ ઓફિસ કે ACSનો કોન્ટેક્ટ કરી દેવો.

આમ મહેસુલ વિભાગની કાયાપલટ કરવા માટે મનોજ દાસ રાત-દિવસ એક કરી રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે, જ્યારે રાજ્ય સરકારે અધિક મુખ્ય સચિવ- ACS તરીકે મનોજ દાસને નિયુક્ત કર્યા હતા ત્યારે આવતાની સાથે જ તેમને માત્ર એક જ દિવસમાં 109માંથી 100 Dy.Soને મેમો ફટકારી દેતા મહેસુલ વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Manoj Das-humdekhengenews

ફાઇલોનું નિકાલ કેવી રીતે કરાયો?

આ માટે મનોજ દાસે અધિકારીઓ પાસ રાતોની રાતો ઉજાગરા કરાવ્યા હતા. પાછલા કેટલાક દિવસ અને રાતો સુધી અધિકારીઓ પાસેથી કામ કરવાની સખ્ત સૂચના આપવામાં આવી હતી. આ સૂચનામાં તમામ પેન્ડીંગ પડેલી ફાઇલોનું નિકાલ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ દરમિયાન મનોજ દાસે પોતાની આગેવાની હેઠળ જ રાજ્યના તમામ જિલ્લાઓમાં પેન્ડીંગ પડેલી તમામ ફાઇલોને ક્લિયર કરાવી લીધી છે.

તે ઉપરાંત ગ્રીનપેનલ ફાઇલોનો નિકાલ કરીને ઘણા સમયથી અટવાયેલા મસમોટા પ્રોજેક્ટોને કાર્યરત કરી દીધા છે. મહેસુલ વિભાગની પાછલા થોડા દિવસની કામગીરીથી આવેદકોમાં ખુશી જોવા મળી રહી છે. સારી બાબત તે છે કે, આટલી ઝડપી કામગીરી થવાના કારણે આવેદનકર્તાઓ અને સરકાર બંનેને ફાયદો થઈ રહ્યો છે.

કામનું ભારણ ઓછું કરવા માટે મનોજ દાસે સરકારની ઓનલાઈન સિસ્ટમને પણ કાર્યરત કરી દીધી છે. આમ મનોજ દાસે સામાન્ય લોકોનું કામ કોઇપણ રીતે અટકી ન પડે અને સરકારી કર્મચારીઓને પણ સરળતા રહે તે માટે ઓનલાઈન સિસ્ટમને વ્યવસ્થિત ચાલું કરાવી દીધી છે.

ફાઇલોનું ઝડપી નિકાળ થતાં સરકારની તિજોરીમાં પ્રીમિયમ સહિતની રકમ આવી રહી છે, તો આવેદનકર્તાઓ પોતાની કામગીરીના એક સ્ટેપ પૂરો થતાં આગળની કાર્યવાહી કરવા માટે સજ્જ બની ગયા છે. સ્વભાવિક બાબત છે કે, ગ્રીનચેનલ જેવી ફાઈલો આગળ વધતા અનેક મોટા પ્રોજેક્ટોને લીલી ઝંડી મળી ગઈ છે. જેથી રાજ્યમાં રોજગાર વધે તેવા પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે.

આમ મનોજ દાસ અને સીએમ ભૂપેન્દ્ર પટેલના સંયુક્ત પ્રયાસથી મહેસુલ વિભાગને એક નવા રૂપરંગમાં તૈયાર કરવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં રાજ્યમાં મહેસુલ વિભાગના અધિકારીઓના કારણે કોઈ ફાઇલ અટકાઇ પડે નહીં તે માટે પણ સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. રાજ્યના વિકાસમાં મહેસુલ વિભાગ મોટી ભૂમિકા ભજવે છે. તો તે વિભાગમાં ભ્રષ્ટાચાર રાજ્યના વિકાસને અવરોધિત બને છે. તેથી તેમાં રહેલા તમામ ભ્રષ્ટાચારને ખત્મ કરવાનો નિર્ધાર રાજ્ય સરકારે કરી દીધો છે.

આ પણ વાંચો : જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં મુસ્લિમ પક્ષને મોટો ફટકો, વારાણસી કોર્ટે ASI સરવેને મંજૂરી આપી

Back to top button