ઉત્તરપ્રદેશ : ભાઈ બન્યો કસાઈ ! બહેનની હત્યા કરી 800 મીટર સુધી કપાયેલું માથું લઇને ફરતો રહ્યો
- UPમાં બહેનના અફેરથી નારાજ ભાઈએ કરી બહેનની હત્યા
- માથું કાપી ગામમાં 800 મીટર સુધી માથું લઇને ફરતો રહ્યો
- બહેનના અફેરથી આરોપી નારાજ હોવાથી કરી હત્યા
છેલ્લા કેટલાક સમયથી હત્યાની ઘટનામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આવી જ એક હચમચાવી નાખતી હત્યાની ઘટના ઉત્તરપ્રદેશમાંથી સામે આવી છે. જેમાં એક ભાઈએ પોતાની જ બહેનની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહિ બહેનની ગળું કાપીને હત્યા કર્યા બાદ બહેનનું કપાયેલું માંથુ લઈને આરોપી ગામમાં ફરતો પણ જોવા મળ્યો હતો.
બહેનની ગળું કાપીને 800 મીટર સુધી કપાયેલું માથું લઈને ફર્યો આરોપી
પ્રાપ્ત વિગતો અનુસાર,ઉત્તર પ્રદેશના બારાબંકીમાં શુક્રવારે એટલે કે આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફતેહપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મિથવારા ગામમાં રહેતા રિયાઝ નામના વ્યક્તિએ પોતાની સગી બહેનની ગળું કાપીને હત્યા કરી નાખી હતી. બાદમાં માથું હાથમાં લઈને તે ગામમાં લગભગ 800 મીટર સુધી ફરતો હતો. જેના પર ગ્રામજનોની નજર જતા તેઓ પણ આશ્ચર્ય ચક્તિ થઈ ગયા હતા. અને તરત જ આ મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસને ઘટના અંગે જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અને આરોપીની ધરપકડ કરી હતી.
રિયાઝનો તેની બહેન સાથે કોઈ વાતને લઈને વિવાદ થયો
પોલીસે આરોપી પાસેથી બહેનનું કપાયેલું માથું અને ગામમાંથી યુવતીનો મૃતદેહ કબ્જે કરી પીએમ અર્થે ખસેડી આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી. જ્યાં તપાસ દરમિયાન ગ્રામજનોના જણાવ્યા અનુસાર, રિયાઝ બહેનના અફેરથી નારાજ થઈને આ ઘટનાને અંજામ આપ્યો હતો. રિયાઝનો તેની બહેન સાથે ઘરમાં કોઈ વાતને લઈને વિવાદ થયો હતો. થોડીવાર રાહ જોયા પછી તે ઘરની બહાર આવ્યો. તે પછી જ્યારે તે પાછો આવ્યો. ત્યારે તેણે તેની બહેનને કપડાં ધોવા કહ્યું. રિયાઝની બહેન કપડાં ધોવા ઘરની બહાર આવી અને પાણી ભરવા લાગી. ત્યારે પાછળથી રિયાઝે આવીને બહેન પર હુમલો કર્યો હતો. બહેનનું માથું અલગ કર્યા પછી તેણે માથું હાથમાં ઊંચક્યું અને પોલીસ સ્ટેશન તરફ જવા લાગ્યો. આ ઘટના અંગે ગામના લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે રસ્તામાં જ રિયાઝની ધરપકડ કરી હતી.
બહેન ગામના યુવાન સાથે ભાગી ગઈ હતી
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર,રિયાઝની બહેન ગામના તેના બોયફ્રેન્ડ ચાંદ બાબુ સાથે ભાગી ગઈ હતી. 29 મેના રોજ પરિવારજનોએ યુવક વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. પોલીસે યુવક અને યુવતી બંનેને ગામ બહારથી પકડી લીધાં હતાં. યુવકને જેલમાં મોકલી દેવાયો હતો. જ્યારે રિયાઝની બહેનને પરિવારજનોને સોંપવામાં આવી હતી. આ વાતને લઈને ઘરમાં ઘણો ઝઘડો થતો હતો. આ પછી રિયાઝને તેની બહેન પસંદ નહોતી.
આ પણ વાંચો : અમદાવાદની ઘટના બાદ સુરત પોલીસ એક્શનમાં, ઝડપી વાહન હંકારનારાઓ સામે કરી લાલ આંખ