ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સુરતમાં વિશ્વની સૌથી મોટી બિલ્ડીંગ બની, પાકિસ્તાનીઓએ કહ્યું, ‘ભારત આપણાથી 50 વર્ષ આગળ’

Text To Speech
  • વિશ્વની સૌથી મોટી બિલ્ડીંગ બની સુરતમાં, આ બિલ્ડીંગનો ઉપયોગ હીરા ઉધ્યોગની ઓફિસો માટે કરાશે.
  • વિશ્વની સૌથી મોટી બિલ્ડીંગનું ઉદ્ધાટન નવેમ્બરમાં PM મોદી કરશે.
  • પાકિસ્તાનીઓએ બિલ્ડીંગ જોઈ કહ્યું, ‘ભારત આપણાથી 50 વર્ષ આગળ’

હમાણાં જ સુરત શહેરમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ બનાવવામાં આવી છે. આ બિલ્ડીંગનો ઉપયોગ ડાયમંડ બિઝનેસ સેન્ટર તરીકે કરવામાં આવશે, જેનું ઉદ્ઘાટન નવેમ્બરમાં પીએમ નરેન્દ્ર મોદી કરવાના છે. આ બિલ્ડીંગનો ઉલ્લેખ કરીને પાકિસ્તાની યુટ્યુબર શોએબ ચૌધરી પાકિસ્તાનના લોકોની પ્રતિક્રિયા જાણવા માંગતો હતો. તેના પર પાકિસ્તાની લોકોએ કહ્યું કે ભારતીયો આજના યુગમાં ઘણા આગળ વધી રહ્યા છે, કારણ કે તેમને પોતાનામાં વધુ વિશ્વાસ છે.

દેશના વિકાસને ટાંકતા પાકિસ્તાની વ્યક્તિએ કહ્યું કે ભારતના લોકો જાણે છે કે અર્થવ્યવસ્થાનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. વધુમાં કહ્યું કે આપણે કહી શકીએ કે અર્થવ્યવસ્થાની દૃષ્ટિએ એ દરેક ક્ષેત્રમાં ભારતથી ઘણા પાછળ છીએ, ભારત આપણાથી 50 વર્ષ આગળ છે. વ્યક્તિએ કહ્યું કે અમે નવી વસ્તુઓ વિશે વિચારવાનું બંધ કરી દીધું છે.

આ પણ વાંચો: કન્જક્ટિવાઇટિસ અમદાવાદની સ્કુલોમાં પણ વધ્યોઃ સંચાલકો એક્શનમાં

અન્ય દેશો પર નિર્ભર પાકિસ્તાન:

પાકિસ્તાની યુટ્યુબરે દેશની સ્થિતિ વિશે માહિતી આપતા કહ્યું કે અમે ટેક્નોલોજીથી લઈને કપડા સુધી તમામ બાબતો માટે અન્ય દેશો પર નિર્ભર છીએ. તેના પર એક પાકિસ્તાની વ્યક્તિએ કહ્યું કે પાકિસ્તાનની ખરાબ હાલત પાછળ અહીંના કાયદાનો સૌથી મોટો હાથ છે.

અહીં કાયદો યોગ્ય રીતે ચાલતો નથી. તેમણે કહ્યું કે અહીંના લોકો દેશ વિશે ઓછું અને પોતાના વિશે વધુ વિચારે છે. અમે પાકિસ્તાનના શહેરની તુલના ભારતના કોઈપણ શહેર સાથે કરી શકતા નથી. અમે દરેક બાબતમાં ઘણા પાછળ છીએ.

વિશ્વની સૌથી મોટી બિલ્ડીંગ-Humdekhengenews

પેન્ટાગોનને પણ પાછળ છોડી દિધી સુરતની નવી બનેલી બિલ્ડીંગે:

સુરતની નવી બિલ્ડીંગ કુલ 67 લાખ ચોરસ ફૂટમાં બનાવવામાં આવી છે. તેણે અમેરિકાના ડિફેન્સ હેડક્વાર્ટર પેન્ટાગોનમાંથી વિશ્વની સૌથી મોટી ઓફિસ હોવાનો ખિતાબ પણ છીનવી લીધો છે.

આ પણ વાંચો: રાજ્યમાં 67 ડેમમાં 90 ટકાથી વધુ પાણીનો જથ્થો હોવાથી હાઈ એલર્ટ

Back to top button