ટ્રેન્ડિંગનેશનલ

2024ની સામાન્ય ચૂંટણીની તૈયારીઓ શરૂ, પીએમ મોદીએ બનાવી ખાસ સ્ટેટર્જી, જાણો વધુ

  • 2024ની સામાન્ય ચૂંટણીની તૈયારી શરૂથઈ
  • ચૂંટણીને લઈ પીએમ મોદીએ તૈયાર કરી ખાસ સ્ટેટર્જી
  • સાંસદોના અલગ અલગ ગ્રુપ બનાવવામાં આવ્યા

2024ની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. BJPના નેતૃત્વ વાળી એનડીએ અને વિપક્ષી મોર્ચે સીધી ટક્કર છે. આ મુકાબલા માટે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન સંપૂર્ણ તાકાતથી તૈયારીમાં લાગી છે. 2014 2019માં જીત બાદ એનડીએનો પ્રયત્ન એ છે કે, 2024માં હેટ્રિક લગાવવામાં આવે. જેને લઈ PM મોદીએ ખાસ સ્ટ્રેટેજી બનાવી હોવાનું સામે આવ્યું છે. જેથી હવે બેઠકોનો દોર પણ શરૂ થતો જોવા મળશે.

મોનસૂન સત્ર વખતે એનડીએના સાંસદોની બેઠક

હાલ મોનસૂન સત્ર ચાલી રહ્યું છે. જેથી મોનસૂન સત્રની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2024માં હેટ્રીક માટે ખાસ સ્ટેટર્જી તૈયાર કરી છે. જેને લઈ સંસદના માનસૂન સત્ર વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે દરરોજ એનડીએના સાંસદોની સાથે બેઠક કરશે. પ્રધાનમંત્રી મોદી, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ આ બેઠકોમાં સામેલ થશે. ત્રણેય નેતા સાંસદોની સાથે ચર્ચા કરશે અને તેમના ક્ષેત્રોની સમસ્યા અને વિકાસ કાર્યોનો ફીડબેક પણ લેશે. ત્યાં જ સંજીવ બાલિયાન અને અજય ભટ્ટ સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓ અને પાર્ટી પદાધિકારીઓને બેઠકો માટે કોઓર્ડિનેશનની જવાબદારી સોંપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીની તરફથી મહાસચિવ તરૂણ ચુધ અને રાષ્ટ્રીય સચિવ ઋતુરાજ સિન્હા કોઓર્ડિનેશન કરશે. આ વચ્ચે સાંસદો પાસે પોતાના કામકાજનો રિપોર્ટ તૈયાર કરવામાં માટે કહેવામાં આવી રહ્યું છે. આ બેઠક એનડીએના 25 વર્ષ પુરા થવા પર થઈ રહી છે. તેના પહેલા 18 જુલાઈએ ગઠબંધનમાં શામેલ 39 પક્ષની દિલ્હીની અશોકા હોટલમાં બેસીને મિટિંગ થઈ હતી. ગઠબંધનને દાવો કર્યો કે તે પીએમ મોદીના નેતૃત્વમાં 2024ની લોકસભા ચૂંટણી લડશે અને ભારે બહુમતીની સાથે સતત ત્રીજી વખત સત્તામાં પરત ફરશે.

2024 લોકસભા ચૂંટણી-humdekhengenews

સાંસદોને 10 ગ્રુપમાં વહેચવામાં આવ્યા

મહત્વનું છે કે,એનડીએમાં આ સમયે લોકસભામાં 338 સદસ્ય છે. એનડીએના સાંસદોને 10 ગ્રુપમાં વહેચવામાં આવ્યા છે. આ બેઠકો 25 જુલાઈથી શરૂ થવાની છે. દરેક ગ્રુપમાં ખાસ ક્ષેત્ર વાળા 35થી 40 સાંસદ સદસ્ય શામેલ થશે. આ બેઠક એટલા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે 2024ની ચૂંટણી સામે જ છે. સાંસદોને ક્ષેત્રીય આધાર પર ગ્રુપોમાં વહેંચવામાં આવ્યા છે. દરેક ગ્રુપમાં બે ક્ષેત્રોના સાંસદ શામેલ થશે. પહેલા દિવસે 25 જુલાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશ અને નોર્થ ઈસ્ટ નેતાઓ સાથે મુલાકાત કરશે. બેઠક બે ભાગમાં થશે. પહેલી સાંજે 6.30 વાગ્યે અને બીજી સાંજે 7.30 વાગ્યે.

 આ પણ વાંચો : ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે પોલીસે તપાસ કમિટીની કરી રચના, આ અધિકારીઓનો કરાયો સમાવેશ

Back to top button