ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસામાં પશુઓનો ત્રાસ, બે આખલાઓ શિંગડા યુદ્ધે ચડતા ભયનો માહોલ

Text To Speech

પાલનપુર: ડીસામાં જાહેરમાં ઘાસચારો નાખવા પર પ્રતિબંધ હોવા છતાં પણ રખડતા પશુઓનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે. ગાયત્રી મંદિર આગળ બે આખલાઓ શિંગડા યુદ્ધે ચડતા રાહદારીઓને લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.

જાહેરમાં ઘાસચારો નાખવા પરના પ્રતિબંધનું ઉલ્લંઘન

રખડતા પશુઓની સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. જેને કાબુમાં લાવવા માટે નાયબ કલેક્ટર દ્વારા જાહેરમાં ઘાસચારો નાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ છતાં પણ રખડતા પશુઓની સમસ્યામાં કોઈ જ ફેર પડ્યો નથી. જેમાં આજે ડીસાના હાર્દ સમાન ગાયત્રી મંદિર આગળ જાહેર માર્ગ વચ્ચે બે આખલાઓ શિંગડા યુદ્ધે ચડતા વાહન ચાલકો અને રાહદારીઓ ભયભીત બન્યા હતા. સતત દસ મિનિટ સુધી રખડતા બે આખલાઓ શિંગડા યુદ્ધ ચાલુ રાખતા વાહન ચાલકો અને લોકોને પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડી હતી.

શિંગડા યુદ્ધ-humdekhengenews

ઉલ્લેખનીય છે કે ડીસામાં જાહેરમાં ઘાસચારો નાખવા પર પ્રતિબંધનું ઉલ્લંઘન કરનાર લોકો સામે અત્યાર સુધી 10 જેટલી ફરિયાદો નોંધાઇ છે. તેમ છતાં પણ નથી તો જાહેરમાં ઘાસચારો નાખવાનું બંધ થયું કે નથી રખડતા પશુઓની સમસ્યા હલ થઈ.જેના કારણે શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે તંત્ર રખડતા પશુઓની સમસ્યામાંથી કાયમી છુટકારો અપાવે તેવી લોકોની માંગ છે.

આ પણ વાંચો : અકસ્માત બાદ સુરેન્દ્રનગરમાં છવાયો માતમ: પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ વિદ્યાર્થીઓને ભારે હૈયે અપાઇ વિદાય

Back to top button