ટ્રેન્ડિંગનેશનલ

મણિપુરમાં મહિલાઓને નિર્વસ્ત્ર ફેરવવાનો વીડિયો વાયરલ, CM બીરેન સિંહનું ચોંકાવનારૂ નિવેદન

મણિપુરમાં મહિલાઓને નિર્વસ્ત્ર ફેરવવાનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વધી ગયો છે. એક ચેનલ સાથે વાતચીત કરતા મણિપુરમાં મુખ્યમંત્રી એન બીરેન સિંહનું ચોકાવનારૂ નિવેદન આપ્યુ છે, તેમણે કહ્યું કે મણિપુરમાં આ રીતના હજારો કેસ છે અને મીડિયાને માત્ર એક જ ઘટના દેખાઇ રહી છે. મણિપુરના મુખ્યમંત્રીના નિવેદન પછી રાજકારણ ફરી ગરમાયુ છે. વિપક્ષ તેમના રાજીનામાંની માંગ કરી રહ્યું છે.

મણિપુરના મુખ્યમંત્રીએ શું કહ્યું?

એક ચેનલ સાથે વાત કરતા બીરેન સિંહે કહ્યુ, “અહી હજારો હિંસક ઘટનાઓ બની રહી છે, ઘણા લોકો માર્યા ગયા છે. હજારો FIR થઇ છે. ઘટનાને કોઇએ દબાવી નથી, વીડિયો કાલે જ સામે આવ્યો છે.” જ્યારે તેમણે પૂછવામાં આવ્યું કે શું તમને આ ઘટના અંગે પહેલાથી કોઇ જાણ હતી, જેની પર બીરેન સિંહે કહ્યુ, “અહી આ રીતના હજારો કેસ છે, માટે ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે.”

ઇન્ટરવ્યૂમાં મુખ્યમંત્રીએ ફોન કાપી નાખ્યો

બીરેન સિંહે કહ્યુ, “અમે એક આરોપીને પકડી લીધો છે, પુરી તાકાત લગાવીને અન્ય આરોપીઓને પણ પકડી લઇશું, અમારો પ્રયાસ છે કે અમે તેને મૃત્યુદંડ અપાવીયે.” જ્યારે તેમણે પૂછવામાં આવ્યું કે શું તેમના રાજ્યમાં બનેલી શરમજનક ઘટના અંગે વીડિયો વાયરલ થયા પહેલા કોઇ જાણકારી નહતી. આ સવાલનો જવાબ આપ્યા વગર જ બીરેન સિંહે ફોન કાપી નાખ્યો હતો.

મુખ્યમંત્રીના નિવેદન પર કોંગ્રેસનો પલટવાર

મુખ્યમંત્રીના નિવેદન પર યુવા કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ કહ્યુ, “અર્થ સ્પષ્ટ છે માત્ર 3 મહિલાઓનો વીડિયો સામે આવ્યો છે, આવુ હજારો મહિલાઓ સાથે મણિપુરમાં બની રહ્યું છે. મુખ્યમંત્રીએ ખુદ સ્વીકાર કર્યો કે આ એકમાત્ર કેસ નથી, માત્ર વીડિયો આ કેસનો વાયરલ થયો છે. આ ખુલાસા પછી મુખ્યમંત્રીને તો છોડો, વડાપ્રધાને પણ એક મિનિટ આ પદ પર રહેવાનો કોઇ હક નથી.”

આ પણ વાંચોઃ મણિપુરની ઘટના પર પ્રથમ વખત PM મોદીની પ્રતિક્રિયા કહ્યું- “આરોપીઓને છોડીશું નહીં”

આ પહેલા બીરેન સિંહે કહ્યુ હતુ કે સરકાર દોષિતોને ફાંસીની સજા અપાવવાનો પ્રયાસ કરશે, તેમણે કહ્યુ હતુ, “અમે વીડિયો જોયો છે અને મને ઘણુ ખરાબ લાગ્યુ, આ માનવતા વિરૂદ્ધ ગુનો છે. અમે તેની નિંદા કરીએ છીએ. મે તુરંત પોલીસને આદેશ આપ્યો કે જ્યાં પણ શંકાસ્પદ વિસ્તાર છે, ત્યા કાર્યવાહી કરીને દોષિતોની ધરપકડ કરે. રાજ્ય સરકાર આ રીતના ગુના કરનારાઓને મોતની સજા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે.”

શું છે વાયરલ વીડિયોનો કેસ?

મહત્વપૂર્ણ છે કે જે વીડિયોને લઇને વિવાદ થઇ રહ્યો છે તેમાં ભીડ 2 મહિલાઓને નગ્ન કરીને પરેડ કરી રહી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે મહિલાઓ રડી રહી છે અને પુરૂષ તેમની સાથે છેડતી કરી રહ્યા છે. એક 21 વર્ષીય મહિલા સાથે ગેન્ગરેપની પણ વાત કરવામાં આવી રહી છે. આ ઘટના 4 મેએ કાંગપોકપી જિલ્લામાં બની હતી. પોલીસે એક આરોપીની અટકાયત કરી છે.

Back to top button