અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માતના મૃત્યુઆંકમાં વધારો, વધુ એક પોલીસકર્મીનું મોત
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર છાસવારે અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ગઈકાલે વધુ એક વખત ઈસ્કોન બ્રિજ મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. સ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતને જોવા જતા લોકોને એક જેગુઆર કારે અકસ્માત સર્જતા 9 લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલ ખાસે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મૃત્યુ આંકમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે.
વધુ એક પોલીસકર્મીનું મોત નીપજ્યું
આ અંગે સોલા સિવિલ સુપ્રિટેન્ડેન્ટના જણાવ્યા અનુસાર, આ અકસ્માત સર્જાયા બાદ 12 લોકોને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 8 લોકોના મોત નીપજ્યા હતા. જે બાદ હોસ્પિટલમાં પહોંચ્યા બાદ અન્ય એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જેથી મૃત્યુઆંક 9 સુધી પહોંચ્યો હતો. મહત્વનું છે કે, આ મૃતકોમાં એક પોલીસ કર્મીનો પણ સમાવેશ થાય છે. જે બાદ તબિબો દ્વારા અન્ય ઈજાગ્રસ્તોની સારવાર કરવામાં આવી રહી હતી. જે દરમિયાન આ અકસ્માતનો ભોગ બનેલા વધુ એક પોલીસ જવાનનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ અકસ્માતમાં મૃતકઆંક 10 થયો છે.
આ પણ વાંચો : અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં તથ્ય પટેલના પિતા અને વકિલે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું
ઇસ્કોન બ્રિજ પર જસવંત સિંહ નામના પોલીસ જવાનનું મોત થયું હતું
ગઇકાલે અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા. ઇસ્કોન બ્રિજ પર જસવંત સિંહ નામના પોલીસ જવાનનું મોત થયુ છે. SG હાઇવે પર ટ્રાફિકમાં તેઓ ફરજ બજાવતા હતા. આ પહેલા બે પોલીસ જવાન અને એક હોમગાર્ડનું મોત થયુ હતું. જેથ આ દૂર્ઘટનામાં અકસ્માત સર્જનાર તથ્ય પટેલ, તેના પિતા પ્રજ્ઞેશ સહિત 6 લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. અકસ્માત કેસમાં કારમાં સવાર 3 યુવતીઓની પણ પોલીસે અટકાયત કરી છે. જ્યારે અન્ય ત્રણ લોકો સેટેલાઇટ પોલીસ સ્ટેશને પહોચ્યા છે.
અમદાવાદમાં અકસ્માતમાં 10 લોકોના થયા હતા મોત
અમદાવાદ શહેરમાં મોડી રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો, જ્યાં થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેને જોવા માટે લોકો ભેગા થયા હતા, તે દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પુરપાટ ઝડપે આવતી જેગુઆર કારે ત્યાં ઉભેલા લોકોને કચડી નાખ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં ખુલાસો: જેની કાર લઈને નિકળ્યો હતો તથ્ય તેનો પણ છે ગુનાહિત ઇતિહાસ, CBI કરી રહી છે તપાસ