ગુજરાતટોપ ન્યૂઝ

ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં ખુલાસો: જેની કાર લઈને નિકળ્યો હતો તથ્ય તેનો પણ છે ગુનાહિત ઇતિહાસ, CBI કરી રહી છે તપાસ

Text To Speech

શહેરના ઇસ્કોન બ્રિજ પર થયેલા ગોઝારા અકસ્માતમાં નવ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.જ્યારે કાર ચાલક તથ્ય પટેલની પણ સિમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસ આ મામલે 6 આરોપીઓની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. ત્યારે ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કાર અકસ્માત મામલે વધુ એક ખુલાસો થયો છે. જેમાં જગુઆર કારનું રજિસ્ટ્રેશન તથ્ય પટેલના નામે નહીં પરંતુ અન્ય વ્યક્તિના નામે હોવાનું સામે આવ્યું છે. આ કારનું રજિસ્ટ્રેશન અન્ય વ્યક્તિના નામે હોવાનું સામે આવ્યું છે.અકસ્માત સર્જનાર જગુઆર કાર ક્રિશ વરિયાના નામે નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે.

ક્રિશ વરિયાનો પણ છે ગુનાહિત ઇતિહાસ

જેગુઆર કાર ક્રિશ વરિયા નામના વ્યક્તિના નામે RTOમાં નોંધાયેલી છે. તપાસમાં GJ01WK0093ના નંબરની કારનો માલિક ક્રિશ વરિયા હોવાનું સામે આવ્યું છે. ક્રિશ વરિયા અને તથ્ય પટેલના પિતા ધંધામાં ભાગીદાર છે. ત્યારે ભાગીદાર પણ પ્રજ્ઞેશની જેમ ક્રિશ વરિયા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.  ક્રિશ વરિયાના પિતા હિમાંશુ વરિયા છે અને હિમાંશુ વરિયા સામે પણ CBIએ તપાસ કરી છે.

અમદાવાદ અકસ્માત-humdekhengenews

400 કરોડથી વધુ ની છેતરપિંડીના કેસમાં CBI કરી રહી છે તપાસ

હિમાંશુએ બેંકમાંથી ક્રેડિટ, ઓવરડ્રાફ્ટ લઈને ઉચાપત કરી હોવાની ફરિયાદ થઈ હતી. આ મામલે સીબીઆઈ તપાસ કરી રહી છે. તેની સામે વિવિધ બેંકો સાથે 400 કરોડથી વધુ રકમની છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ છે. તેણે સરકારી કર્મચારીઓની મદદથી દસ્તાવેજોમાં છેડછાડ કરી ઠગાઈ આચરી છે.આ ઠગાઈ મામલે CBIએ 9 સ્થળે દરોડા પાડ્યા હતા.આ મામલે CBIની એક ટીમ ઘણા દિવસોથી અમદાવાદમાં તપાસ કરી રહી છે.આમ આ સમગ્ર અકસ્માતમાં ગુનાહિત ટોળકી સંડાવાયેલી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે તથ્ય પટેલ અને તેના પિતા સહિત 6 લોકોની અટકાયત

Back to top button