ટ્રેન્ડિંગનેશનલ

મણિપુરની ઘટનાને લઈ SCએ સરકારની ઝાટકણી કાઢી, કહ્યું- કોઈપણ કાર્યવાહી નહીં થાય, તો અમે પગલાં ભરીશું

  • મણિપુરમાં 2 મહિલાઓને નગ્ન હાલતમાં ફેરવવામાં આવી હતી
  • સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા વિરોધ
  • વિરોધ થતા સુપ્રીમ કોર્ટે સરકારને આડે હાથ લીધી

મણિપુરમાં ટોળાએ બે મહિલાઓને નગ્ન અવસ્થામાં રસ્તા પર ફેરવવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ ઠેર-ઠેર આ ઘટનાને શરમજનક કહેવામાં આવી રહી છે. મોટા મોટા અધિકારીઓ દ્વારા આનો વિરોધ કરીને અરોપીઓેને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરવામાં આવી રહી છે. જેથી આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારની ઝાટકણી કાઢવામાં આવી છે.

અમે સરકારને પગલાં ભરવા માટે સમય આપીએ છીએ. – સુપ્રિમ કોર્ટ

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજધાની ઇમ્ફાલથી લગભગ 35 કિલોમીટર દૂર કાંગપોકપી જિલ્લામા 4 મેના રોજટોળાએ બે મહિલાઓને નગ્ન અવસ્થામાં રસ્તા પર ફેરવવામાં આવી હતી. જેનો વીડિયો બુધવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેને લઈ સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે વીડિયો જોઈને ખૂબ જ પરેશાન છીએ. અમે સરકારને પગલાં ભરવા માટે સમય આપીએ છીએ. જો તેમ છતા કોઈપણ કાર્યવાહી નહીં થાય, તો અમે પગલાં ભરીશું. આ તરફ પીએમ મોદીએ પણ કહ્યું કે આ ઘટનાએ 140 કરોડ ભારતીયોને નીચું જોવા જેવું થયું છે. કોઈપણ ગુનેગારને છોડવામાં આવશે નહીં.

મહિપુર SC-humdekhengenews

SCએ કહ્યું- આ બંધારણનું ઘોર અપમાન છે

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને મણિપુર સરકારને પૂછ્યું છે કે તમે ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે શું પગલાં લીધાં છે. CJIએ કહ્યું કે સાંપ્રદાયિક સંઘર્ષ દરમિયાન મહિલાઓનો એક સાધન તરીકે ઉપયોગ ક્યારેય સ્વીકારી શકાય નહીં. આ બંધારણનું સૌથી ઘૃણાસ્પદ અપમાન છે. આ મામલે આગામી સુનાવણી શુક્રવારે થશે.

પોલીસે એક આરોપીની ધરપકડ કરી

મહત્વનું છે કે, હાલ મણિપુર પોલીસે અપહરણ, ગેંગરેપ અને હત્યાનો કેસ નોંધીને એક આરોપીની ધરપકડ કરી છે. બાકીની શોધખોળ ચાલુ છે. મણિપુરના સીએમ એન બિરેન સિંહે કહ્યું છે કે, અમે તમામ આરોપીઓને ફાંસીની સજા અપાવવા માટે શક્ય તમામ પ્રયાસ કરીશું.

મણિપુરની ઘટના પર મોદીએ કહ્યું- ‘મારું હૃદય દ્રવી ઉઠ્યું છે, ગુનેગારોને છોડવામાં નહીં આવે’

સંસદનું ચોમાસું સત્ર શરુ થતાં પહેલા મીડિયા સાથે પોતાના સંબોધનમાં પીએમ મોદીએ મણિપુરની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ‘મારું હૃદય દ્રવી ઉઠ્યું છે,ગુનેગારોને છોડવામાં નહીં આવે. મણિપુરની ઘટના કોઈપણ સંસ્કારી સમાજ માટે શરમજનક ઘટના છે.આ અપમાન આખા દેશનું થઈ રહ્યું છે. 140 કરોડ ભારતીયોને નીચું જોવા જેવું થયું છે. હું તમામ મુખ્યમંત્રીઓને કાયદો અને વ્યવસ્થા કડક કરવા કહું છું. માતાઓ અને બહેનોની સુરક્ષા માટે સખત પગલાં ભરો. આ દેશમાં, ભારતના કોઈપણ ખૂણામાં કે કોઈપણ રાજ્ય સરકારમાં, રાજકીય વાદ-વિવાદથી ઉપર, કાયદો અને વ્યવસ્થા અને બહેનોનું સન્માન પ્રાથમિકતા છે. કોઈપણ ગુનેગારને છોડવામાં આવશે નહીં. મણિપુરની દીકરીઓ સાથે જે થયું તે ક્યારેય માફ કરી શકાય નહીં.

 આ પણ વાંચો : અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં તથ્ય પટેલના પિતા અને વકિલે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

Back to top button