ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

નવ લોકોના મોત થયાં છતાં તથ્યના પિતાની દબંગાઇ; કહ્યું- પોલીસે બેરિકેડ લગાડવા જોઇએ ને?

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત : અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર 9 લોકોનો જીવ લેનાર તથ્ય પટેલ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસની નજર હેઠળ તથ્ય પટેલની સારવાર ચાલી રહી છે. આરોપી તથ્ય પટેલની સામે માનવવધનો ગુનો નોંધાયો છે. ટ્રાફિક PI વી.બી. દેસાઈ અકસ્માત કેસમાં ફરિયાદી બન્યા છે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતાં તથ્યની પોલીસ ધરપકડ કરશે.

એસ જી હાઇવે ઉપર નબીરાએ કર્યો અકસ્માત, નવ ના લીધા જીવ

આરોપીના પિતાએ કર્યો બચાવ

આ વચ્ચે નબિરાના પિતા પ્રજ્ઞેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. નબિરા તથ્ય પટેલના પિતા અને વકીલે માનવતા નેવે મુકી છે. પ્રજ્ઞેશ પટેલે દીકરાનો બચાવ કરતા જણાવ્યું કે, ઘટનાની જાણ થતાં હું ઇસ્કોન બ્રિજ પર પહોંચ્યો હતો. મારા દીકરાને લોકો માર મારી રહ્યા હતા, એટલે હું તેને લઈને ત્યાંથી નીકળી ગયો હતો. તેના માથા પરથી લોહી નીકળી રહ્યું હતું. ત્યારે મને કોઈ વિચાર ન આવ્યો. તેની પાસે લાયસન્સ પણ છે. હું કોર્ટ જે કહેશે તે કરવા માટે તૈયાર છું.

પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું કે, તથ્ય ઘરેથી 11 વાગ્યે કેફેમાં જવા માટે નીકળો હતો, અકસ્માત સમયે ગાડીમાં તેના મિત્રો હતો. જેમાં ત્રણ યુવતીઓ હતી, તે પોલીસ સ્ટેશનમાં નિવેદન આપવા માટે આવવા તૈયાર છે. પોલીસનો ફોન આવશે ત્યારે તેઓ પોલીસ સ્ટેશન આવશે.આ દરમિયાન પ્રજ્ઞેશ પટેલે પોલીસ પર દોષનો ટોપલો ઢોળતા પ્રશ્ન ઉભો કર્યો હતો કે, પોલીસે બેરિકેડ લગાડવો જોઇએ કે નહીં?

પોતાના દિકરાની બેદરકારી અને બેજવાબદારીભર્યું ડ્રાઇવિંગ કરીને 9 લોકોના જીવ લીધા પછી પણ પ્રજ્ઞેશ પટેલ તેના છોકરાની જગ્યાએ અકસ્માતમાં ભોગ બનેલા લોકો અને પોલીસ પર દોષનો ટોપલો ઢોળી રહ્યો છે. પ્રજ્ઞેશ અનુસાર, લોકોને રસ્તાની વચ્ચોવચ ઉભું રહેવું જોઇએ નહીં અને ત્યાં પોલીસે બેરિકેટ પણ લગાડવું જોઇએ. જોકે, અસલમાં વાત એમ છે કે, જ્યારે એક થાર ગાડીનો અકસ્માત થયો તો લોકો ગાડી ચાલકને બચાવવા માટે તે તરફ જઇ રહ્યાં હતા, તેવામાં જ તથ્ય પટેલ રોકેટની સ્પીડથી આવ્યો અને લોકોને ફૂટબોલની જેમ ફંગોળતો ટોળા વચ્ચેથી જ પસાર થઈ ગયો હતો.

આમ પ્રજ્ઞેશ પટેલ પોતાના દિકરાની ભૂલ સ્વીકારવાની જગ્યાએ તેનો લૂલો બચાવ કરવામાં લાગ્યો છે. તો બીજી તરફ આરોપીના વકીલે નિશાર વૈધે તો દોષનો ટોપલો સીધો જ અકસ્માત સ્થળે ઉભેલા લોકો પર ઢોળી દીધો. તેમણે જણાવ્યું કે ગાડીની સ્પીડ 160ની નહોતી, રોડની વચ્ચે થાર અને ટ્રક ઉભી હતી. લોકોનું ટોળું રોડની વચ્ચે ભેગું થયું હતું, લાઈવ ટ્રાફિક હતું અને વરસાદ પણ ચાલું હતો. પોલીસ તપાસ કરશે તેમાં હકીકત સામે આવશે. તપાસમાં બધું સામે આવશે. અમે પોલીસને સહકાર આપવા માટે તૈયાર છીએ.

આ પણ વાંચો : અમદાવાદના ઈસ્કોન બ્રીજ અકસ્માતને લઈ CM સહિત ગૃહ મંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું, મૃતકો અને ઈજાગ્રસ્તોને સહાય જાહેર કરાઈ

Back to top button