મણિપુરની ઘટના પર પ્રથમ વખત PM મોદીની પ્રતિક્રિયા કહ્યું- “આરોપીઓને છોડીશું નહીં”
- મણિપુર પર પીએમ મોદીની પ્રતિક્રિયા આપી
- કહ્યું આ ઘટના દેશ માટે આ ઘટના શરમજનક
- પીએમ મોદીએ કહ્યું – ઘટનાના દોષિતોને છોડવામાં આવશે નહીં
સંસદનું ચોમાસું સત્ર આજથી શરુ થવા જઈ રહ્યું છે. સંસદનું ચોમાસું સત્ર શરુ થતાં પહેલા મીડિયા સાથે પોતાના સંબોધનમાં પીએમ મોદીએ મણિપુરની ઘટના પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.મણિપુરના વાયરલ વીડિયો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે. પ્રધાનમંત્રી મોદીએ મહિલાના નિર્વસ્ત્ર કરીને શોષણ કરવાના મામલામાં શરમજનક ગણાવી. મહત્વનું છે કે, મણિપુરમાં એક સમુદાયની બે મહિલાઓને સેંકડોના ટોળા દ્વારા નગ્ન અવસ્થામાં રસ્તા પર પરેડ કરાવવામાં આવી હતી. જેને પીએમ મોદીએ શરમજનક કહી છે.
મણિપુરની ઘટના પર પીએમની પ્રતિક્રિયા
મણિપુરની ઘટના પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે, મણિપુરની આ ઘટના પર મારુ હ્દય પીડાથી ભરેલું છે.મણિપુરની ઘટના શરમજનક છે. આ ઘટનાથી 140 કરોડ દેશવાસીઓ શરમજનક સ્થિતિમાં મુકાયા છે. આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું કે, મહિલાઓની રક્ષા માટે આકરા પગલા ઉઠાવામાં આવશે. મણિપુર ઘટનાના દોષિતોને છોડવામાં આવશે નહીં. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, મણિપુરની ઘટના પર રાજનીતિ ન કરશો. પ્રધાનમંત્રી આ ઘટનાનો ઉલ્લેખ કરતા ભાવુક થયા હતા. તેમણે દેશને વિશ્વાસ અપાવ્યો હતો કે, ગુનેગારોને છોડવામાં આવશે નહીં. કહ્યું કે, દીકરીઓની સાથે જે થયું છે, તેનાથી દેશ શરમજનક સ્થિતિમાં મુકાયો છે, દોષિતોને માફ કરવામાં આવશે નહીં.
#WATCH | Prime Minister Narendra Modi says, "…I assure the nation, no guilty will be spared. Law will take its course with all its might. What happened with the daughters of Manipur can never be forgiven." pic.twitter.com/HhVf220iKV
— ANI (@ANI) July 20, 2023
કાનૂન પોતાનું કામ કરશે, નારીનું સન્માન હંમેશા રહેશે – પીએમ
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, પાપ કરનારા કેટલા છે, કોણ છે…તે પોતાની જગ્યા પર છે, પણ બેઈજ્જતી આખા દેશની થઈ રહી છે. 140 કરોડ દેશવાસીઓએ શરમ અનુભવી રહ્યા છે. કાનૂન વ્યવસ્થા કડક કરો, કડક પગલા ઉઠાવો, ઘટના ભલે રાજસ્થાનની હોય, છત્તીસગઢની હોય કે મણિપુરની હોય, કાનૂન પોતાનું કામ કરશે, નારીનું સન્માન હંમેશા રહેશે. પ્રધાનમંત્રીએ કડક શબ્દોમાં કહ્યું કે, કાયદો પોતાની સમગ્ર તાકાત સાથે પગલા ઉઠાવશે.
આ પણ વાંચો : ઇસ્કોન માર્ગ અકસ્માતને લઈ આરોગ્યમંત્રી સહિત ગૃહમંત્રી સોલા સિવિલ પહોંચ્યા, મૃતકોના પરિજનોને મળી સંવેદના વ્યક્ત કરી