અમદાવાદગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદના ઈસ્કોન બ્રીજ અકસ્માતને લઈ CM સહિત ગૃહ મંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું, મૃતકો અને ઈજાગ્રસ્તોને સહાય જાહેર કરાઈ

અમદાવાદમાં પોશ ગણાતો એસજી હાઈવે અકસ્માતો માટે જાણીતો છે. હીટ એન્ડ રન જેવી ઘટનાઓ અહીં છાસવારે બનતી રહે છે. ત્યારે ગઈકાલે એટલે કે બુધવારે મોડી રાત્રે અમદાવાદના એસજી હાઈવે પર ઇસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાતના સમયે અકસ્માત જોવા માટે ઇસ્કોન બ્રિજ લોકોનું ટોળું અકસ્માત જોવા માટે ઊભું હતું. આ ટોળામાં એક કોન્સ્ટેબલ અને હોમગાર્ડ પણ હતા. આ સમયે કર્ણાવતી ક્લબ તરફથી ફૂલ સ્પીડમાં આવી રહેલી લક્ઝરીયસ કારે ટોળાને અડફેટે લીધું હતું. જેના પગલે કોન્સ્ટેબલ અને હોમગાર્ડ સહિત કુલ 9 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે,લોકો 25-30 ફૂટ ફંગોળાયા હતા. અકસ્માતમાં છ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. અન્ય 10 જેટલા લોકોને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં બીજા ત્રણ લોકોના પણ મોત થયાના સમાચાર મળી રહ્યા છે. આ અકસ્માતમાં કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન સહિત કુલ નવ લોકોના મોત થયાનું હાલ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.

ઈસ્કોન બ્રીજ પર થયેલા અકસ્માતને લઈ મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

મહત્વનું છે કે, આ અકસ્માતને અમદાવાદમાં સૌથી મોટો માનવામાં આવી રહ્યો છે. જેને લઈને મુખ્યમંત્રી દ્વારા દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે. તેમણે ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કરતા લખ્યું છ કે, અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું.ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. સાથે જ મૃતકના પરિવારજનોને રૂ. 4-4 લાખની અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાયની જાહેરાત પણ કરી છે.

આ  પણ વાંચો : ઈસ્કોન બ્રિજ પર અકસ્માતમાં 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર નબીરો તથ્ય પટેલ કોણ છે ?,પિતા છે ગેંગરેપનો આરોપી

ગોજારા અકસ્મતાને લઈ સી.આર.પાટીલે કરી પ્રાર્થના

મુખ્યમંત્રીની સાથે સી.આર.પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. જેમાં સી.આર.પાટીલે ટ્વીટ કરીને આ અકસ્માતને દુ:ખદ કહ્યો છે. સાથે જ સૌનાં દિવંગત આત્માને શાંતિ મળે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરી છે.

મુખ્યમંત્રીદ્વારા મૃતકોને અને ઈજાગ્રસ્તોને સહાય જાહેર કરાઈ

હર્ષ સંઘવીએ આ અકસ્મતાને લઈ દુ:ખ વ્યક્ત કરી લખ્યું છે કે,અકસ્માતમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. તેમના પરિવારો સાથે મારી પ્રાર્થના પણ પોલીસ અને સરકાર ઘાયલ થયેલા લોકોની સારવાર માટે જરૂરી તમામ પગલાં લઈ રહી છે.બે પોલીસકર્મીઓએ પણ આમાં પોતાનો જીવ ગુમાવ્યો છે, તેમની અને તેમના પરિવાર સાથે મારી પ્રાર્થના. વધુમાં હર્ષ સંઘવી ટ્વીટ કરીને જણાવે છે કે,મુખ્યમંત્રીએ તટસ્થ અને ઝડપી પોલીસ તપાસની સાથે સીસીટીવી સર્વેલન્સ તથા ફોરેન્સિક એક્સપર્ટ ટીમની મદદથી વૈજ્ઞાનિક ઢબે તપાસ તેમજ આર.ટી.ઓ સહિતના વિભાગના સહયોગથી ત્વરિત કાર્યવાહી સાથે જરૂરી તમામ કડક પગલાં લેવા સૂચના આપી છે. મુખ્યમંત્રીદ્વારા મૃતકોને રૂ.4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ.50,000ની સહાય જાહેર કરાઈ છે. રાજ્ય સરકાર દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરીને અકસ્માતનો ભોગ બનનાર તમામને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છે.

 આ પણ વાંચો : અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત: કંપારી છોડાવી દેનારી ઘટનાનો લાઇવ વીડિયો આવ્યો સામે

Back to top button