અમદાવાદ-ગાંધીનગરનો ઈન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ પ્લાન બનાવવાનો નિર્ણય કરાયો

- ડેવલપમેન્ટ પ્લાન- 2041 માટે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે બેઠક મળી
- અર્બન એગ્રિકલ્ચર જેવી બાબતોને કેન્દ્રમાં રાખીને નવો ડીપી બનાવવા ચર્ચા કરાઈ
- શહેર કેવું હોવું જોઈએ તે માટે જે-તે ક્ષેત્રના નિષ્ણાંતોએ અભિપ્રાયો રજૂ કર્યા
હવે અમદાવાદ અને ગાંધીનગરનો ઈન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ પ્લાન બનશે. જેમાં ઔડા દ્વારા DP-2041 માટે તજજ્ઞોની બેઠક યોજાઈ હતી. તેમાં ઝીરો કાર્બન ઉત્સર્જન કેન્દ્રમાં અધિકારીઓ-તજજ્ઞોના 15 વર્કિંગ ગ્રૂપ બનાવાયા છે. તથા બ્લ્યૂ-ગ્રીન કોન્સેપ્ટથી ડીપી બનશે.
આ પણ વાંચો: ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં થશે જળબંબાકાર
તજજ્ઞોની ઉપસ્થિતિમાં ડેવલપમેન્ટ પ્લાન- 2041 માટે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે બેઠક મળી
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા અધિકારીઓ અને વિવિધ ક્ષેત્રના તજજ્ઞોની ઉપસ્થિતિમાં ડેવલપમેન્ટ પ્લાન- 2041 માટે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે એક બેઠક યોજાઈ હતી. અત્યાર સુધી માત્ર અમદાવાદનો ડેવલપમેન્ટ પ્લાન બનતો હતો તેના બદલે હવે અમદાવાદ- ગાંધીનગરનો ઈન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ પ્લાન બનાવવાનો નિર્ણય કરાયો છે. આ ડેવલપમેન્ટ પ્લાનમાં ઝીરો કાર્બન ઉત્સર્જનનું આયોજન કેન્દ્રમાં હશે.
અર્બન એગ્રિકલ્ચર જેવી બાબતોને કેન્દ્રમાં રાખીને નવો ડીપી બનાવવા ચર્ચા કરાઈ
ઔડાના ચેરમેન એમ.થેન્નારસનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નવો ડેવલપમેન્ટ પ્લાન કેવો હોવો જોઈએ તેના પર વિવિધ ક્ષેત્રના તજજ્ઞોના મંતવ્ય મેળવાયા હતા. જેમાં ડેવલપમેન્ટ પ્લાન-2041 બ્લ્યૂ-ગ્રીન કોન્સેપ્ટના આધારે બનાવવા સહમતી સધાઈ હતી. બ્લ્યૂ એટલે વોટર બોડી અને ગ્રીન એટલે ગાર્ડન, એગ્રિકલ્ચર, જંગલ અને પર્યાવરણનું સાતત્યપૂર્ણ સંતુલન. આ બન્ને બાબતોને લક્ષમાં લઈને આવનારા દિવસોમાં ક્લાઈમેટ ચેન્જની અસરોને ખાળવા ઝીરો કાર્બન ઉત્સર્જનની મહત્તમ જોગવાઈ, ગ્રીન બિલ્ડિંગ્સને પ્રાધાન્ય આપવું, ઈલેક્ટ્રિક વાહનોનો વ્યાપ વધારવો, અર્બન એગ્રિકલ્ચર જેવી બાબતોને કેન્દ્રમાં રાખીને નવો ડીપી બનાવવા ચર્ચા કરાઈ હતી.
વર્ષ 2041 સુધીમાં અમદાવાદ અને ગાંધીનગર શહેર કેવું હોવું જોઈએ તે માટે જે-તે ક્ષેત્રના નિષ્ણાંતોએ અભિપ્રાયો રજૂ કર્યા
આ ઉપરાંત આગામી વર્ષ 2041 સુધીમાં અમદાવાદ અને ગાંધીનગર શહેર કેવું હોવું જોઈએ તે માટે જે-તે ક્ષેત્રના નિષ્ણાંતોએ પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા. જેમાં ટાઉન પ્લાનિંગના તજજ્ઞોએ પ્રદેશના સર્વાંગી વિઝન ડેવલપમેન્ટ માટે દિશા નક્કી કરવા અને સપનાનું શહેર કેવું હોય તેના મંતવ્ય જણાવ્યા હતા. આર્થિક વિકાસ અને સામાજિક માળખા માટે નવા આર્થિક સેક્ટર, બંધ મિલો, સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ, મેડિકલ ટુરિઝમ, બિઝનેસ ટુરિઝમ સહિતનું પ્રવાસન, તથા શાળા અને આરોગ્યની સુવિધાની બાબત પર તેના તજજ્ઞોએ મંતવ્ય રજૂ કર્યા હતા. જીડીસીઆર અંતર્ગત્ ગ્રાઉન્ડ કવરેજ, માર્જિન, પાર્કિંગ, બિલ્ડિંગ હાઈટ, એફએસઆઈ સંબંધિત જોગવાઈઓ અંગે ટાઉન પ્લાનિંગના તજજ્ઞો સાથે ચર્ચા કરાઈ હતી.