ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં થશે જળબંબાકાર

Text To Speech
  • જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં અતિભારે વરસાદની આગાહી
  • સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે
  • વલસાડ, દમણ, દાદરાનગરમાં અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં અતિભારે વરસાદની આગાહી થતા લોકોમાં હાલાકીનો ડર સતાવી રહ્યો છે.

સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ વલસાડ, દમણ, દાદરાનગર તથા આણંદ, અમદાવાદ, ખેડામાં અતિભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી સાથે ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા નથી. તેમજ અમદાવાદ શહેર અને જિલ્લામાં ભારેથી અતિભારેની આગાહી છે. તેથી આગામી 3 – 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં 45 થી 60 કિ.મીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

અમદાવાદમાં પણ આગામી 7 દિવસ ભારે વરસાદ વરસવાની સંભાવના

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં 23 જુલાઈ સુધી વરસાદ ખાબકી શકે છે. તેમજ આજે ભારેથી અતિભારે વરસાદ રહે તેવી સંભાવના છે. ભારે વરસાદની આગાહીના પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં પણ આગામી 7 દિવસ ભારે વરસાદ વરસવાની સંભાવના છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, સોમનાથ, અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી અને સુરત સહિતના અનેક શહેરોમાં ભારે વરસાદ વરસી શકે છે.

Back to top button