મનોરંજન

રાખી સાવંતે એરપોર્ટ પર આલિયા ભટ્ટના ગીત ‘ઝુમકા ગીરા રે’ પર કર્યો ડાન્સ

Text To Speech

રાખી સાવંત તાજેતરમાં જ દુબઈથી પરત આવી હતી. હવે ફરી એકવાર તે દુબઈ જવા રવાના થઈ ગઈ છે. રાખી બુધવારે એટલે કે 19 જુલાઈના રોજ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. હંમેશની જેમ આ વખતે પણ અભિનેત્રી રાખી સાવંતે એરપોર્ટ પર આલિયા અને રણવીર સિંહના ગીત ઝુમકા ગીરા રે પર ડાન્સ કર્યો હતો. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

‘ઝુમકા ગીરા રે’ પર રાખીએ કર્યો ડાન્સ:

સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર અભિનેત્રીનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે આલિયા ભટ્ટ અને રણવીર સિંહને દર્શાવતા ‘ઝુમકા ગીરા રે’ ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. આ દરમિયાન રાખી બોલ્ટ ગ્રીન કલરની સાડીમાં જોવા મળી રહી છે. આ દરમિયાન રાખી સાવંતે પોતાની સાડીનો પલ્લુ કાઢી નાખ્યો અને મીડિયાના કેમેરા સામે ડાન્સ કર્યો છે.

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

યુઝર્સે કર્યું જોરદાર ટ્રોલ:

ઘણા લોકોને રાખીનો આ પ્રકારનો ડાન્સ પસંદ ન આવ્યો અને તેઓએ તેને ટ્રોલ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, કાનની બુટ્ટી તો નથી પડી પરંતુ સાડીનો પલ્લુ વારંવાર પડી રહ્યો છે. અન્ય એક યુઝરે લખ્યું, “ગીતને સુધારવું જોઈએ..ત્રીજાએ લખ્યું, પલ્લુ ગીરા રે.”

આ પણ વાંચો: તારક મહેતા કા ઉલટા ચશ્મા : દયા ભાભીને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર,જાણો શું કહ્યું અંજલી અને તારકએ…..

Back to top button