ડ્રેગન ફ્રુટ ખાવાના ફાયદા તો સાંભળ્યા હશે, હવે જાણી લો નુકશાન
- ડ્રેગન ફ્રુટમાં વિટામીન સી, પ્રોટીન, ફાઇબર હોય છે
- ડ્રેગન ફ્રુટમાં કેરોટીન અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં મળી આવે છે
- ડ્રેગન ફ્રુટના અતિરેકથી શરીરને નુકશાન થઇ શકે છે
શરીરમાં આયરનની કમી હોય કે કબજિયાત હોય અથવા તો પાચન સાથે જોડાયેલી કોઇ સમસ્યા હોય. ડ્રેગન ફ્રુટને દરેક દર્દની દવા માનવામાં આવે છે. ડ્રેગન ફ્રુટનું વૈજ્ઞાનિક નામ હિલોકેરેસ અંડટસ છે. આ જ્યુસી ફ્રુટ છે. ડ્રેગન ફ્રુટમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે. તેમાં વિટામીન સી, પ્રોટીન, ફાઇબર, પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ, કેરોટીન અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં મળી આવે છે. તે આરોગ્ય માટે ખૂબ જ ફાયદા કારક છે. શું તમે જાણો છો કે ડ્રેગન ફ્રુટનું વધુ પડતુ સેવન તમારી હેલ્થને નુકશાન પહોંચાડી શકે છે. આ ફળનું વધુ પડતુ સેવન કરવાથી તમારી હેલ્થને ફાયદો થતો નથી. જાણો ડ્રેગન ફ્રુટના અતિરેકથી શરીરને શું નુકશાન થાય છે.
ડ્રેગન ફ્રુટ ખાવાના હેલ્થને છે આ નુકશાન
વેઇટ લોસમાં સમસ્યા
ઘણા લોકો વેઇટ લોસ માટે ડ્રેગન ફ્રુટનું સેવન કરતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે તેમાં શુગરની માત્રા વધુ હોય છે. આવા સંજોગોમાં તેનો જરુર કરતા વધુ ઉપયોગ તમારુ વજન ઘટાડવામાં રુકાવટ બની શકે છે.
છાલમાં હોય છે કીટનાશક
ડ્રેગન ફ્રુટના બહારના પડમાં કીટનાશકો હોય છે તેથી તેનાથી દુર રહેવાની સલાહ અપાય છે. ડ્રેગન ફ્રુટનું બહારનુ પડ જો ભુલથી પણ ખવાઇ જાય તો તે તમારી હેલ્થને બગાડી શકે છે. આ કીટનાશક ડ્રેગન ફ્રુટને કીટાણુંઓથી બચાવવા માટે નાંખવામાં આવે છે.
ગટ હેલ્થની સમસ્યા
એક રિસર્ચ મુજબ કાળા બીજ વાળુ સફેદ ફળ સંતુલિત માત્રામાં જ ખાવુ જોઇએ. બેથી વધુ ડ્રેગન ફ્રુટ ખાવાથી ગટ હેલ્થને નુકશાન પહોંચે છે. આ કારણે વ્યક્તિને ઉલ્ટી-ઝાડા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ડાયાબિટીસ
ડ્રેગન ફ્રુટમાં સુગરની માત્રા વધુ હોય છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન મર્યાદિત પ્રમાણમાં જ કરવુ જોઇએ. આમ નહીં કરવાથી તમારુ સુગર લેવલ વધી શકે છે.
એન્ટીઓક્સિડન્ટની માત્રા
ડ્રેગન ફ્રુટ જરૂર કરતા વધુ ખાવાથી શરીરમાં બીટા-કેરોટીન જેવા એન્ટીઓક્સિડન્ટની માત્રા વધી શકે છે. આ કારણે ફેફસાના કેન્સરનો ખતરો વધે છે.
આ પણ વાંચોઃ સિંગાપોરનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી શક્તિશાળી બન્યો, જાણો ભારતનો ક્રમ