- ઉત્તરાખંડના ચમોલીમાં ટ્રાન્સફોર્મર બ્લાસ્ટ
- અલકનંદા નદીના કિનારે થયો ધડાકો
- વીજ કરંટથી 15 લોકોએ જીવ ગુમાવ્યો
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં નમામી ગંગે પ્રોજેક્ટના સ્થળે એક મોટો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં ચમોલીના ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ બાદ કરંટ લાગવાથી 15 મજૂરોના મોત થયા છે. પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા મજૂરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં ચોકી ઈન્ચાર્જ અને પોલીસ અધિકારીનો પણ સમાવેશ થાય છે! ઉર્જા નિગમ પર બેદરકારીનો આરોપ લાગ્યો છે.
ટ્રાન્સફોર્મર ફાટવાને કારણે સીવર પ્લાન્ટમાં કરંટ ફેલાયો
આ અંગે અહેવાલ થકી મળતી માહિતી અનુસાર,ચમોલીમાં નમામી ગંગે પ્રોજેક્ટના સ્થળે ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થયો હતો. ટ્રાન્સફોર્મર ફાટવાને કારણે સીવર પ્લાન્ટમાં કરંટ ફેલાઈ ગયો. ત્યાં કામ કરતા તમામ મજૂરો તેની ઝપેટમાં આવી ગયા. ચમોલી અકસ્માતમાં આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગઈ છે. બ્લાસ્ટ બાદ અહીં વીજ કરંટ લાગવાથી બે ડઝનથી વધુ લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. ઘટના અંગે જાણ થતા પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. સાથે જ ગંભીર રીતે દાઝી ગયેલા મજૂરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક હજુ વધે તેવી શક્યતા છે. સૂત્રોનું કહેવું છે કે, આ દુર્ઘટનામાં 6 પોલીસ જવાનોએ પણ જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં 20થી વધુ લોકો ખરાબ રીતે દાઝી ગયા છે. જ્યારે બે લોકોની હાલત ગંભીર હોવાથી તેમને શ્રીનગરના ઉચ્ચ કેન્દ્રમાં રીફર કરવામાં આવ્યા છે.
#WATCH | Uttarakhand: People injured due to electrocution at the under-construction Namami Gange project on the banks of the Alaknanda River in Chamoli are being air lifted to AIIMS Rishikesh by helicopter for treatment. So far 15 people have died in this incident. pic.twitter.com/IdE7cN1JtP
— ANI (@ANI) July 19, 2023
અકસ્માત બાદ પ્રોજેક્ટનું કામ બંધ કરી દેવામાં આવ્યું
મહત્વનું છે કે,આ અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેઓ એનર્જી કોર્પોરેશન પર બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે. જેથી અકસ્માત બાદ પ્રોજેક્ટનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરાજકતાનો માહોલ છે. નમામી ગંગે પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓ અને ટેકનિશિયન પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જે સમયે આ અકસ્માત થયો તે સમયે ત્યાં 24 લોકો હાજર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ઉત્તરાખંડના સીએમએ સમગ્ર મામલાની ન્યાયિક તપાસના આદેશ આપ્યા
ચમોલી ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. સીએમએ કહ્યું, ‘આ એક દુઃખદ ઘટના છે. જિલ્લા પ્રશાસન, પોલીસ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘાયલોને ઉચ્ચ કેન્દ્રમાં રીફર કરવામાં આવી રહ્યા છે. AIIMSને હેલિકોપ્ટર દ્વારા ઋષિકેશ શિફ્ટ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મેજિસ્ટ્રેટ તપાસ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો : જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરતા હોય તો આ ખાસ વાંચો, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે આટલી ટ્રેનો રદ