ગુજરાતવિશેષ

ગુજરાતમાં બાયોટેક સેક્ટરમાં એક જ દિવસમાં બે હજાર કરોડના રોકાણો માટેના MOU થયા, જાણો શું ફાયદો થશે

ગુજરાતમાં બાયોટેકનોલોજી ક્ષેત્રે રુ. 2000 કરોડના નવા રોકાણો માટેના 15 MOU પર આજે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

બાયોટેકનોલોજી ક્ષેત્રે રુ. 2000 કરોડના નવા રોકાણો માટે થયા MOU  

ગુજરાત સરકારે જાહેર કરેલી બાયોટેકનોલોજી પોલીસી 2022-27 ને ઉદ્યોગજગતનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ પોલીસીની ફળશ્રુતિ રૂપે આજે 15 કંપનીઓએ બાયોટેક સેક્ટરમાં કુલ રૂ. 2000 કરોડના રોકાણ સાથે પ્રોજેક્ટ્સની સ્થાપના માટેના MoU ગુજરાત સરકાર સાથે કર્યા હતા.આ એમઓયુના પરિણામે લગભગ ત્રણ હજાર નોકરીઓનું સર્જન થશે, જેમાં ગુજરાતની 13 અને મહારાષ્ટ્ર અને દિલ્હીની એક-એક કંપનીએ હસ્તાક્ષર કર્યા હતા. રાજ્ય સરકાર વતી સાયન્સ ટેક્નોલોજી સેક્રેટરી વિજય નેહરાએ આ MOU પર હસ્તાક્ષર કર્યા હતા.

આ કંપનીઓના રાજ્ય સરકાર સાથે  થયા MOU

જે કંપનીઓએ રાજ્ય સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા તેઓ રૂ. 1,000 કરોડના રોકાણમાં મહારાષ્ટ્રની એમ્બિઓ લિમિટેડ અને નવી દિલ્હીની બાયોટ્રેન્ડ્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, ગુજરાતના સ્થાનિક ઔદ્યોગિક એકમો, જેમ કે ઝાયડસ લાઈફસાયન્સિસ, કોન્કોર્ડ બાયોટેક અને હેસ્ટર બાયોસાયન્સ લિ. એક નવા યુગના સ્થાનિક ટેકનોલોજી પ્લેયર, મિટીયોરિક બાયો-ફાર્માસ્યુટિકલ પ્રા. લિ. દ્વારા આશરે 500 કરોડના પ્રતિબદ્ધ રોકાણો તેમજ એન્ડોક બાયોટેક પ્રા.લિ.,ગુજરાત થેમિસ બાયોસીન લિ.સ્ટીવિયાટેક લાઈફ પ્રા. લિ.,સેલેક્સિસ બાયોસાયન્સ પ્રા. લિ.,કનિવા બાયોસાયન્સ પ્રા. લિ. અને અન્ય ઔદ્યોગિક એકમોનો સમાવેશ થાય છે.

બાયોટેક સેક્ટરમાં mou-humdekhengenews

રાજ્યના વિવધ જિલ્લામાં આવનારા દિવસોમાં ઉદ્યોગો શરૂ થશે

આ MoU અંતર્ગત મુખ્યત્વે ફર્મેન્‍ટેશન આધારિત APIS અને બાયોફર્ટીલાઈઝર્સ સેક્ટર તથા પ્રિસીઝન ફર્મેન્‍ટેશન, એનિમલ ટિશ્યુ કલ્ટીવેશન જેવા નવા ક્ષેત્રોમાં રોકાણ થશે અને બાયોટેક ક્ષેત્રે રોજગારીની નવી તકો ખૂલશે. રાજ્યના કચ્છ અને દેવભૂમિદ્વારકાથી લઈને વાપી-વલસાડ સુધીના વિવિધ જિલ્લાઓમાં આ ઉદ્યોગો આવનારા દિવસોમાં શરૂ થશે. નવા યુગને અનુરૂપ ઉભરતા ક્ષેત્ર તરીકે બાયોટેકનોલોજી સેક્ટરની સંપૂર્ણ ઈકોસીસ્ટમ આ MoU થકી વધુ સુદ્રઢ બનશે. રાજ્ય સરકારે નોડલ એજન્સી તરીકે ગુજરાત સ્ટેટ બાયોટેક્નોલોજી મિશન (GSBTM)ને કાર્યરત કર્યું છે. વધુમાં, ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) અને વડોદરા નજીક સાવલી ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર (STBI), ગિફ્ટ સિટી ખાતેની ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી પણ રાજ્યમાં આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના પ્રયાસરૂપે કાર્યરત છે.

બાયોટેક ઉદ્યોગોમાં અંદાજે 3 હજાર જેટલી રોજગારીનું સર્જન થશે

રાજ્યમાં બાયોટેકનોલોજી સેક્ટરમાં નવા રોકાણો માટે એક જ દિવસમાં રુ.2000 કરોડના અંદાજિત રોકાણો માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ 15 કંપનીઓ સાથે MoU કરવામાં આવ્યા. આ MOUથી આવનારા બાયોટેક ઉદ્યોગોમાં અંદાજે 3 હજાર જેટલી રોજગારીનું ભવિષ્યમાં સર્જન થશે. આ MOUમાં મુખ્યત્વે ફર્મેન્‍ટેશન આધારીત APIS અને બાયોફર્ટીલાઈઝર્સ સેક્ટર, તથા પ્રિસીઝન ફર્મેન્‍ટેશન, એનિમલ ટિશ્યુ કલ્ટીવેશન જેવા નવા ક્ષેત્રોમાં રોકાણોનો સમાવેશ થયેલો છે. બાયો ટેકનોલોજી સેક્ટરમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ,એમ્પ્લોયમેન્‍ટ જનરેશન તથા એકેડેમીક કોર્સીસ માટે વિશ્વની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્યવસ્થા ગુજરાતમાં પૂરી પાડવાની રાજ્ય સરકારની નેમ છે. એ દિશામાં આ 15 MOUથી થનારું રોકાણ દિશા રૂપક બની રહેશે.

 આ પણ વાંચો : સિંગાપોરનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી શક્તિશાળી બન્યો, જાણો ભારતનો ક્રમ

Back to top button