તલાલામાં હીરણ ડેમ-2 ઓવરફ્લો થતા તમામ દરવાજા ખોલવામાં આવ્યા, ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા
- ગીર સોમનાથમાં હીરણ-2 ડેમના દરવાજા મધ્યરાત્રિએ ખોલી દેતા જ્યાં જૂઓ ત્યાં પાણી જ પાણી
- મધરાતે ડેમના દરવાજા ખોલતાં જ પાણી ગામમાં ઘૂસ્યાં
- ઘર વખરી તણાઈ, છાતી સમાણા પાણીના પ્રવાહમાં ગાડીઓ પણ તણાઈ ગઈ
રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ તારાજી સર્જવાનું શરુ કર્યું છે. ઠેર-ઠેર વરસાદ વરસતા નદી-જળાશયો છલકાઈ ઉઠ્યા છે. લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા જોવા મળી રહ્યા છે. જેના કારણે લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે. ગીરસોમનાથમાં પણ કંઈક આવા જ દ્રશ્યો સર્જાયા હતા. ગીર સોમનાથના વેરાવળમાં છેલ્લા 24 કલાકમાં 20 ઈંચ જેટલો વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે હિરણ ડેમ-2 પણ છલકાઈ ઉઠ્યો હતો. જેને પગલે ગઈકાલે મધ્યરાત્રિએ ડેમના તમામ દરવાજા સંપૂર્ણ ખોલવામાં આવતા મધ્યરાત્રીએ લોકો ભર ઉંઘમાથી જાગવું પડ્યું હતું.
મધ્યરાત્રિએ હીરણ ડેમ-2ના તમામ દરવાજા ખોલી દેતા જળતાંડવ
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યમાં હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. જેથી ગીર સોમનાથમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા છેલ્લા 24 કલાકમાં 20 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે ગીર સોમનાથ નજીક આવેલો હીરણ ડેમ-2 ઓવરફ્લો થઈ ગયો હતો. જેથી ગઈકાલે મધ્યરાત્રિએ હીરણ ડેમ-2ના તમામ દરવાજા સંપૂર્ણ ખોલવામાં આવ્યા હતા. ડેમના દરવાજા ખોલી દેતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું. લોકો પોતાના ઘરમાં સૂઈ રહ્યા હતા. તે સમયે રાત્રિના ત્રણ વાગ્યે હીરણ-2 ડેમના તમામ દરવાજા સંપૂર્ણ ખોલવામાં આવતા પૂરના પાણીએ લોકોને ઊંઘમાંથી ઉભા કર્યાં હતા. ડેમનું પાણી છોડવામાં આવતા રસ્તાઓ પર નદીઓ વહી રહી હતી. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. એટલું જ નહિ ઘરની બહાર પાર્ક કરેલી ગાડીઓ છાતી સમાણા પાણીના ભારે પ્રવાહમાં તણાઈ ગઈ હતી.
ગીર સોમનાથ હિરણ ૨ ના ૭ ( સાતેય) દરવાજા ખોલવામાં આવ્યા#girsomnath #hiranriver #dam #monsoonseason #monsoon #rainyday #gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/WeptnYyp9k
— Hum Dekhenge News (@humdekhengenews) July 19, 2023
ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાતા નુકસાન
હીરણ ડેમ-2ના તમામ દરવાજા સંપૂર્ણ ખોલવામાં આવતા પાણી શહેરમાં ઘૂસતા રહેણાંક વિસ્તારમાં નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. રસ્તાઓ પર અનેક વાહનો તણાયા હતા. મોડી રાત્રિના સમયે લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. તાલાલામાં અનેક ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. લોકોના ઘરોમાં ઘૂંટણસમાં પાણી ઘૂસ્તા ઘરવખરી સહિતનો સામાન પાણીમાં તરવા લાગ્યો હતો અને સાથે અનાજ પણ પાણીમાં પલળી જવાંથી લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.
તલાલામાં જળતાંડવ થતા પોલીસ વહીવટી તંત્રની ટીમો કામે લાગી
મધ્યરાત્રિએ તાલાલાના નરસિંહ ટેકરી, આંબેડકર નગર ગુંદરણ ચોકડી, સોમનાથ સોસાયટી સહિતના અનેક વિસ્તારમાં જળતાંડવ જોવા મળ્યું હતું. જેથી પોલીસ, વહીવટી તંત્ર સહીત સેવાભાવી લોકો કામે લાગી ગયા હતા. તમામ ટીમો જ્યાં જ્યાં વધુ પાણી ભરાયા હોય કે જે ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. ત્યાં જઈને લોકોને સાવચેત કરવાની સાથે બાળકો તેમજ પરિવારોને સલામત સ્થળે ખસેડવાની કામગીરીશરૂ કરી હતી.
આ પણ વાંચો : આકાશી આફતનો કહેર! સુરેન્દ્રનગરમાં વીજળી પડવાથી બે વ્યક્તિએ ગુમાવ્યો જીવ